શ્રી વલ્લભસાખી

સુધાપાન શ્રી વલ્લભસાખી તણું-૧૩-૧૪ ટુંક
(written as a letter to a friend)

 

પ્રિય સખી

શ્રી વલ્લભ વલ્લભ કહત હો,વલ્લભ ચિતવન બેન

      શ્રી વલ્લભ છાંડ ઔર હિ ભજે, તો નહિ નિરખો નેન

                                 શ્રી વલ્લભ નહિ નિરખો નેન

                                   ધૂર પરો વા વદનમેં, જાકો ચિત્ત નહીં ઠૌર

                                         શ્રી વલ્લભવર કો વિસારીકે, નયનન નિરખો ઔર

                                                                શ્રી વલ્લભ નયનન નિરખો ઔર

કુશળ હશે સખી ઘણા સમયથી તને પત્ર લખાયો નથી તેથી એમ ન માનીશ કે આપણું શ્રી વલ્લભસાખી પરનું વિવેચન અધુરું રહી ગયું જો આજે હું આપણા વલ્લભસાખીની ૧૩ મી અને ૧૪મી ટુંકના રસથાળ સાથે હાજર છું.સખી તુ જાણે છે ગુજરાતીમાં તેરનાં અંક માં અને હિન્દીનાં તેરા નો અંક કહેવાતી ટુંક અતિ  અદભૂત રીતે રસાળ છે કારણ કે આ ટુંક માં પુષ્ટિજીવોના જીવન નો સમગ્ર સારાંશ આવી જાય છે. જીવોને  હું અને મારા માંથી બહાર કાઢનારી આ ટુંક છે.તેરા એમ જયારે કહીયે ત્યારે જગતની અડધી વ્યાધિનો અંત આવી જાય છે, પણ તેરા કહે કોણ??પહેલી શરૂઆત કોણ કરશે તેની જ રાહ જોવામાં જીવનું મોટાભાગનું જીવન પુરૂ થઇ જાય છે પરંતુ પુષ્ટિમાર્ગિય જીવો માટે તેરા એટલે કે તારૂં, મારી પાસે જે કંઇ છે તે ફક્ત તારૂં જ આપેલું છે એટલે કે શ્રી વલ્લભનું જ આપેલું છે.

मेरा मुजमें कुछ नहीं, जो कुछ है सो तेरा

   तेरा तुजको सौंप दु, कया लागे है मेरा

આપણા તન, મન, ધન ની જેમ આપણા હ્લદય, નયન, વાણી, ચિત્ત, આત્મા, સહીત જે કંઇ આપણું  છે તે (તેરા એટલે કે) શ્રી વલ્લભનું જ આપેલું છે તેથી હું કેવળ અને કેવળ શ્રી વલ્લભ નામનું જ વિવિધ રૂપે ગુણગાન કરવા ઇચ્છું છું મારા વિચારોમાં શ્રી વલ્લભ હોય, મારા ચિંતનમાં શ્રી વલ્લભનાં ચરણાંરવિંદ હોય, શ્રી વલ્લભનાં મહીમાનું ગાન કરું, હ્લદયથી એટલે કે ભાવપૂર્વક હું શ્રી વલ્લભની સેવા કરું, શ્રી વલ્લભનાં સેવકોનો સદા મને સંગ થાય, શ્રી વલ્લભના ભગવદીયો સાથે રહી હું સતત તેમનું સ્મરણ કરું, પ્રિય સખી શ્રી વલ્લભ સિવાય સંસારનું એવું  કોઇ પણ પિયુષ નથી જે આપણાં હ્લદયની અંદર બિરાજી રહેલા શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરી શકે. જે જીવનાં મનમાં અને નયનોમાં શ્રી વલ્લભ નથી બિરાજતા, અને જે નયનો શ્રી વલ્લભ રૂપી પોતાના શ્રી હરીને ઓળખતાં નથી તેવા જીવોના નયનો ની નજરને શું કહેવું?? અને તેવી નજરોનું શું કરવું?? આવા નયનો  સમગ્ર સૃષ્ટિ જોવા છતાં તેઓ કશું  જોઇ શકતા નથી.

કહેવું અને કરવું આ બન્ને નજરની અંદર શ્રી વલ્લભ બિરાજેલ છે પરંતુ આ સત્યાર્થને ન માનતા જીવોનું જીવન એ લૌકિકાર્થે જીવતા જીવની માફક બની જાય છે. જયાં શ્રી વલ્લભનું નામ નથી, સ્મરણ નથી, રટણ નથી તેવા વૃથા જીવનનું શું કરવું  સખી પુષ્ટિજીવોએ સતત શ્રી વલ્લભનામ રૂપી પુષ્પોને જોવાની ટેવ પાડવી જોઇએ કારણકે પુષ્ટિજીવોનો એકમાત્ર દ્રઢ આશ્રય સ્વયં શ્રી વલ્લભ અને શ્રી વલ્લભનું નામ છે અને શ્રી વલ્લભ નામનો માર્ગ પુષ્ટિજીવને પુષ્ટિભક્તિ અને પુષ્ટિ પરમાત્મા સાથે જોડે છે જો પુષ્ટિજીવ આ મર્મને જાણી જાય તો તે શ્રી વલ્લભના પ્રિય એવા શ્રી ઠાકુરજીની પ્રસન્નતા મેળવી લે છે. કારણ કે શ્રી વલ્લભ  નામ એ ઔષધ છે જે જીવોનાં ત્રિવિધ તાપને દુર કરી તેમને આનંદની લ્હાણી કરે છે.

ચાલ સખી પત્રમાંથી વિદાય લઉં...?
તને આ પત્ર તું વાંચતી હશે  ત્યાં સુધીમાં ૧૫મી ટુંકનું રસ દર્શન કરાવતો પત્ર તને મળવાની તૈયારી કરતો હશે ચાલ તને હુ ફરી મળું ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

 

 

પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli