ઠાકોરજીની હવેલી કે કુસ્તી નો અખાડો?
અધિકમાસ માં તો અધિક ધક્કા મુક્કી!!
જો આપણે હરી, ગુરુ અને વૈષ્ણવ ને સમાન સ્થાન આપતા હોઈએ, તો પછી હરી ના દર્શન કરવા
વૈષ્ણવો ને ધક્કા મુક્કી મારીએ તે શું બરાબર કહેવાય? ધક્કા મુક્કી કરીને કરેલા
દર્શન વૈષ્ણવોને કે ઠાકોરજીને સુખકારક થઇ શકે?
ધક્કા મુક્કી શા માટે? આરતીના આઠ આંટા માટે? શું આરતી પહેલા અને આરતી પછી ઠાકોરજી
કે દર્શન બદલાઈ જાય છે? વૈષ્ણવોએ વૈષ્ણવતા દર્શાવી વૈષ્ણવોને દર્શન માટે મદદ કરવી
જોઈએ કે મારા મારી?
વૈષ્ણવો, ખાસ કરીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જયારે ધક્કા મુક્કીને દર્શનનો અનિવાર્ય
કાર્યક્રમ માને છે, ત્યારે તેઓ વૈષ્ણવતાને ખરેખર નેવે મૂકી દે છે. આજની નવી પેઢીને
જો હવેલીમાં દર્શન કરવાની સુગ લાગતી હોય તો આ ધક્કા મુક્કી અને મારા મારી એમાં મોટો
ભાગ ભજવે છે, બાળકો આ ધક્કા મુક્કી થી ત્રાસી અન્ય મંદિરોમાં દર્શન કરવાનું પસંદ
કરે છે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ ખરેખર આ વિચારવુ જ રહ્યું,
Here is a shorter article on best way to do darshan in
a haveli and what we should and should not do in
a haveli.
Bhagwat Shah ©
Return to the Haveli index
Return to main courtyard of the Haveli
[email protected]