નવવિલાસ નો મનોરથ એટલે કે પુષ્ટિમાર્ગ ની નવરાત્રી, તે મહારાસનું પ્રતિક શ્રીકૃષ્ણ છે અને શ્રીસ્વામિનીજી તેનું સંચાલન કરે છે. આ વ્રત નવ સખીઓ નો મનોરથ છે, જે પ્રભુ મિલન માટે વ્રજાંગનાઓ કરે છે. નવવિલાસ આસો સુદ એકમ થી આસો સુદ દસમ સુધી હોય છે. દેવી પૂજનના બહાને પ્રભુનો મિલાપ વ્રજ ભક્તોએ કર્યો છે. નવ ભક્તો વિવિધ સામગ્રી સાથે અનેક રમણલીલાના મનોરથો કરી પ્રભુને પધરાવી તન, મન અને ધન થી પ્રસન્ન કરે છે. નવ સખીઓએ શ્રીઠાકુરજી સાથે રમણ કરતાં કરતાં, તેનાથી નવ ભક્તોની ભાવનારૂપી પ્રભુ ને પ્રસન્ન કર્યા તેથી આ ભાવરૂપી પ્રેમ ના મનોરથને નવવિલાસ કહે છે.
નવવિલાસ ના પ્રથમ દિવસે, અંકુર નુ રોપણ થાય છે. સુદ એકમે માટીનાં
દશ વાસણોમાં ઘઉં, જવ, તલ, મગ નાખીને વવાય છે. તેને અંકુર રોપણ કહે છે, કારણકે
પ્રતિદિન નવીન અંકુરો ફૂટે છે, તેથી નવ દિવસ રાજભોગમાં નવી નવી વિશિષ્ટ સામગ્રી
ધરાવાય છે. આ દસ પાત્ર અલગ અલગ ભક્તોના પ્રતિક ભાવો દર્શાવે છે. માટીનાં દસ
પાત્રમાં અંકુર રોપવામાં આવે છે. અંકુર રોપણ થાય ત્યારે આપણો ભાવ દ્નઢ થાય
છે.
પ્રભુવિરહમાં ઝુરતાં શ્રીસ્વામિનીજીએ સખીજનો સાથે નવવિલાસ વ્રત શરૂ
કર્યું, નવવિલાસ ની લીલામાં નવ સખી અને નવ રંગો ના ભાવ દર્શાવવામાં આવે છે. રાજસ,
તામસ, સાત્વિક અને દશમાં નિર્ગુણ ભક્તના ભાવની આ લીલા છે. દરેક સખી
શ્રીઠાકુરજી સાથે દરેક દિવસે જુદી જુદી લીલાઓ કરી રમણ કરે છે. આ નવવિલાસ ની
ભાવનાના દરેક દિવસ ના દરેક સખી સાથેના શ્રીઠાકુરજી ના ધોળપદ “ શ્રીહરિરાયજી “ એ
રસિક છાપથી રચેલાં છે. નવ દિવસ પછી દસમે દશેરા નો ઉત્સવ આવે છે.
નવવિલાસ ના નવ દિવસ દરમ્યાન સખીઓ જુદા જુદા રંગના વસ્ત્ર પહેરે છે.
આ લીલાથી ગોપીઓનો આશ્રય અનન્ય થાય છે. નવવિલાસ મન ની આંખોને ગમે તેવી લીલા
છે. જવારા ને ‘ઉદ્દીપન’ પ્રતિકરૂપે અંકુર રોપણ કરે છે. કૃષ્ણ જેવો પતિ મળે તે માટે
કુંવારીકાઓ જવારા ઉગાડે છે. આ પ્રણાલિ હજુ પણ પુષ્ટિમાર્ગમાં જોવા મળે
છે. આ દિવસોમાં શ્રીઠાકુરજી પણ જુદી જુદી છાપવાળા વિવિધ રંગના વસ્ત્રો ધારણ કરે છે.
નવવિલાસ આત્મા અને પરમાત્માના મિલન નો ઉત્ત્સવ છે.
નવવિલાસ |
સખીનું નામ |
સ્થળનું નામ |
છાપાનાં વસ્ત્ર |
આભૂષણ |
સામગ્રી |
પ્રથમ |
ચંદ્નાવલીજી |
નિકુંજ ભવન |
લાલ સોનેરી |
હીરા |
ચંન્દ્નકળા |
બીજા |
લલિતાજી |
સંકેતવન |
પીળાં |
પન્ના |
મોહનથાળ |
ત્રીજા |
વિશાખાજી |
નિકુંજ મહેળ |
લીલાં |
માણેક |
પપચી( નરમ સામગ્રી) |
ચોથા |
ચંદ્વભાગાજી |
પરાસોલી |
અમરસી |
પિરોજા |
સિકોરી/જલેબી |
પાંચમાં |
સંજાવલીજી |
કદળીવન |
શ્યામ |
પરવાળાં |
મનોહર ના લાડુ |
છઠ્ઠા |
મુખરાઈજી |
ગોવર્ધન |
ગુલાબી |
નવરત્ન |
માલપુવા |
સાતમાં |
કૃષ્ણાવતીજી |
ગહવરવન |
ભૂરા |
મોતી |
દેઢવડી |
આઠમાં |
ભાવિનિજી |
શાંતનુકુંડ |
પિરોજી |
સોના
|
કચોરી |
નવમાં |
લાડીલીજી |
બંસીબટ |
સફેદ |
શ્યામ |
માવા ની સામગ્રી / દૂધપૌવાં |
નવરાત્રીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે નવવિલાસ નો મનોરથ છે જ્યારે દક્ષિણ ભારતીય વૈષ્ણવો માટે "ગોલુ" નો તહેવાર કહૈવાઈ છે. લોકો શ્રીકૃષ્ણની મૂર્તિનું સ્થાપન કરે છે, સાથે સાથે બીજા દેવ દેવીઓ નું પણ સ્થાપન કરે છે. દક્ષિણ ભારતીય લોકો લાકડાંની ચોકી ઉપર ચઢતા-ઉતરતાં ક્રમમાં રમકડાં મૂકે છે જેવા કે પશુ, પક્ષી, ગોપીઓ વગેરે.
વૈષ્ણવો નવવિલાસ ના ઉત્સવ વેળાએ તેમના ઘરમાં શ્રીયમુના
મહારાણીજીનું પૂજન અને પાઠ કરે છે જેવા કે યમુનાષ્ટક, સંપુટીપાઠ, યમુનાજીના ૪૧ પદ
વગેરે વગેરે........ઘણા વૈષ્ણવો શ્રીયમુના મહારાણીજી નો ગરબો પણ પધરાવે છે. તે
ગરબામાં મગ, ચોખા અને ઘઉં પધરાવે ને પછી તેની અંદર દીવો પધરાવે. છેલ્લા દિવસે
તેનું વિસર્જન કરાય છે.
અર્વાચિન અને પ્રાચિન યુગમાં પણ વ્રજ સંસ્કૃતિ ને જોડતા અનેક
ગરબાઓ જોવા મળે છે એ ગરબાઓ થકી હજું પણ ક્યાંક ને ક્યાંક રાધાકૃષ્ણ અને વ્રજ ની
સંસ્કૃતિ આપણી સાથે રાસે રમે છે. રાધા અને કૃષ્ણ ના કોઇ પણ અર્વાચિન કે
પ્રાચિન ગરબા જયારે આપણે સાંભળીએ ત્યારે આપણા મન ગરબે રમવા ઝૂમી ઊઠે છે.
૧. અમે મહીંયારા રે ગોકુલ ગામના, મારે મહીં વેચવાને
જાવા મહીંયારા રે ગોકુલ ગામના,
મથુરાને માટે મહીં વેચવાને જાવા, નટખટ
નન્દકિશોર માંગે છે દાન......
૨. મીઠે રસ સે ભર્યો રે રાધારાણી લાગે, રાધારાણી લાગે, મને
કારો કારો યમુનાજીનો પાણી લાગે
યમુનામૈંયા કાળી કાળી, રાધા ગોરી ગોરી,
વૃન્દાવન મે ધૂમ મચાવે બરસાને કી છોરી.......
૩. તારા વિના શ્યામ મુને એકલડું લાગે, રાસ રમવાને વહેલો
આવજે,
શરદપુનમ ની રાતડી, ચાંદ નીકળી છે ભલી
ભાંતની,
તું ના આવે તો શ્યામ, રાસ જામે ના
શ્યામ..............................
Return to main courtyard of the Haveli