પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે
પ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે,
કરીને દયા, ભક્તિ, તારી તું દેજે .....
અમેતો, સદાનાં, છીએ બાળ તારા,
ન જોશો, કદી નાથ, અવગુણ અમારાં,
સદા માગીએ, નાથ, દેજો સુબુદ્ધિ,
આ વિનંતી, અમારી છે, ઉરમાં તું લેજે.
પ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૧)
છોરું કછોરું, કદી, થાય ત્રાતા,
ન કરતાં, કદી, રોષ પિતા કે માતા
માતા પિતા, નાથ, તું છે અમારો,
કહેવું ઘટે તે અમને તું કહેજે.
પ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૨)
ભૂલ્યાં મોટાં, મોટાં, અમારું ગજું શું?
પડ્યાં તારા, શરણે, કહીએ વધુ શું?
રસિક શ્યામના, નાથ, થઈને સુકાની,
આ નૈયા, કિનારે, લગાવી તું દેજે.
પ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૩)
પ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે,
કરીને દયા, ભક્તિ, તારી તું દેજે .....
Kindly written up on the net by Sujal Shah
Return to main courtyard of the Haveli