આપણી કલા એવમ પંરપરા આપણા પુષ્ટિમાર્ગ નું એક અભીન્ન અંગ છે.પુષ્ટિ પરંપરાઓ માં વ્રજની સાંસ્કૃતિક લોક કલાઓ ,વૈદિક આચાર્યો, રાજવી
પરંપરાઓ નો સુભગ સમન્વય જોવા મળે છે. આ
ઉત્સવ પ્રણાલીઓનું આપણાં શ્રી ગોસ્વામી હવેલીઓમાં આગ્રહપુર્વક અદ્યાપિ પાલન
કરાય છે. આપણા પ્રુષ્ટિમાર્ગ માં એક
અદભૂત એવો સાંજી ઉત્સવ મનાવવામાં આવે
છેં.
આ ઉત્સવ ભાદ્રપદની પૂર્ણિમાથીં અમાવસ્ય
સુધી વ્રજની સ્ત્રીઓ ઊજવે
છે,એનું મુખ્ય કારણ એ છે કે સાંજી ઉત્સવ એ વ્રજ ની વ્રજાંગનાં ઓ નો
ભાવ છે.
સવાર થી સાંજ સુધી કૃષ્ણની રાહ જોતી ગોપીઓ કૃષ્ણને
પોતાનાં આંગણીયે બોલાવવા માટે આ સાંજી ઉત્સવ ઊજવે છેં.સાંજી એટલે સાંજ નાં
સમયે ગવાતાં ગીતો. લગ્ન વિવાહ
વાળું ઘર હોય ત્યારે સગાસંબધી સર્વે ભેગા થઇ ગીતો ગાઇ આવનારા
લગ્ન વિવાહ ને તેઓ વધાવે છે તે જ રીતે
આ સાંજી તે વ્રજ ની કુમારિકા ગોપીઓ માટે
વ્રજનાં વ્રજેશ એવાં શ્રીકૃષ્ણ સાથેનાં
વિવાહ નો એક ભાવ છેં.
શ્રી સંધ્યાં દેવી ને કુમારીકા ગોપીઓ
વિનંતી કરે છે કે યશોદાનંદન શ્રીકૃષ્ણ સાથે તેમનાં વિવાહ થાય.વ્રજાંગના ઓ મંગળ ગીતો
ગાય છે.ગોપીઓ કૃષ્ણનેં પ્રિય હોય તેવા વ્રજ ની યાદ અપાવતાં
તમામ પ્રસંગોની રંગોળી બનાવે છેં. આ સમય દરમ્યાન વ્રજ રંગોળીનાં રુપમાં બોલે છે.
વ્રજાંગનાંઓ વન, વનરાઇ, પનઘટ, ગાય, ગોવાળ,
ગોપી, વાછરડાંઓ, પંખીઓ, તુલસીનાં વૃંદો, શ્રી યમુનાંજી નો કિનારો, માછલી, સરોવર,
આંબા અને અશોકનાં
પાન,
હરણ,
પિપળો,
પોપટ,
મોર,
વાંદરા,
હાથી,
શ્રી ગિરિરાજજી,
કુંજ-નિકુંજ,
પનિહારી,
સુર્ય,
ચંદ્ર,
તારા,
કુંડો,
ઘાટ,
કમળ,
ગુલાબ,
મોગરો,
જુઇ આદી ફુલો વગેરેની રંગોળી ઓ બનાવે છે.
ઘરનાં આંગણીયે તોરણીયાં બાંધવામાં આવે છે,
દિવડાંઓ ની જયોત પ્રગટાવવાં માં આવે છેં.
રંગોળી માં અલગ અલગ જાત ફુલોં ની પાંદડી
દ્વારાં
રંગોળી પુરવામાં આવે છેં,
અને નંદનંદન ને પોતાના આંગણામાં આવવા માટે
આમંત્રણ આપવા માં આવે છે.
આ રંગોળીઓ માં ઘણી જ વિવિધતાં હોય છે.
કેળ નાં પાન માંથી વિવિધ આકારો કાપી ને
મુખ્ય રંગોળી માં એ રીતે મુકવામાં આવે છે કે
તે આકારો પણ રંગોળી નાં એક
અભિન્ન અંગ
બની જાય છે.
પહેલા ના લોકો કુદરતી રંગો મેળવવાં માટે
વિવિધ પ્રકાર નાં કંદમૂળોનો ઉપયોગ કરતાં અને તેમાંથી કાળો,
જાંબલી,
શ્યામગુલાબી,
લીલો આદી રંગો મેળવતાં અને તેઓ તે રંગો ને લોટ માં મેળવી દેતા જયારે લોટ સુકાઇ
જાય ત્યારે તે લોટ નો ઉપયોગ રંગોળી માં કરતાં વ્રજાંગનાંઓ માનતી હતી કે રંગોળી તો સુંદર દેખાય જ પરંતુ આ લોટ
ના અંશો થી કેટકેટલા જીવજંતુ ઓ ને ભોજન પણ મળે
આમ એક ઇચ્છા પાછળ બીજી શુભકામના છુપાયેલી છે જે સરળતાં થી સામે ન દેખાય.
બીજી રીતે જોઇએ તો આપણાં દાન નાં દિવસો પણ સાંજી નાં
દિવસો ની
આજુબાજુ જ હોય છે.આ પ્રથા હજુ પણ વ્રજ નાં આંતર ભાગો માં જોવા મળે છે અને આજ પ્રથા આપણને દક્ષિણ ભારત ની રંગોળીઓ માં
પણ જોવા મળે છે.આજ રીતે તેઓ માટી માંથી ગેરુ,વૃક્ષો
નાં થડ માંથી કથ્થાઇ રંગ મેળવતાં.આજે પણ વિવિધ પ્રકારનાં કુદરતી રંગોમાં કઠોળ,
દાળ,
હળદર,
ચોખા,
શાકભાજી,
કેળ નાં થડ અને પાન,
ફુલ,
લીલા અને સુકા મેવાઓનો ઉપયોગ કરાય છેં.
પુરાણાં સમય નાં રાજા મહારાજા ઓ હિરા,
મોતી અને રત્નો નો ઉપયોગ કરતાં હતા આપણી હવેલીઓ માં કલાત્મક સાંજી માટે મોટા ચોરસ
પાટ પર બીબા ઓની મદદ થી ચીત્રો પાડવામાં આવે છે અને ગેરું ની માટી નાં થાપા પાડવા
માં આવે છે.
ઘર નાં આંગણીયે કે જમીન ઉપર છાણ અને
માટીનું લીંપણ કરીને સુંદર
ચીત્રો દોરવા માં આવે છે.
વ્રજની આ કલા એ વિવિધ
ભાષાઓમાં પોતાંની વાર્તા લખી છે અને સમયે સમયે તે વધુ ને વધુ બળવાન થઇ ને વિકસી છે.
આપણાં શ્રી ગુસાંઇજી પ્રભુચરણ અત્યંત કલારસિક છે તેમણે વ્રજની આ કલા પ્રસિધ્ધ કરાવી અને તેમને ભારતિય સંસ્કૃતિ નું એક અંગ બનાવ્યું
છે.
પૂર્વી મલકાણ મોદી.
|