શ્રી રાધા અષ્ટમી
આકાશમાથી અનરાધાર પુષ્પવૃષ્ટિ થઇ રહી હતી, ઘર નો ખૂણો ખૂણો ફુલો ની પાંદડી થી છવાયેલો હતો. ચારે તરફ વાતાવરણમા સુગંધીત વાયુ લહેરાતો હતો તે સમયે ત્રણેય લોક ને મોહ પમાડી વિશ્વ માં દિગ્વિજય મેળવી ભુવનમોહક હાસ્ય ને લઇ ને બરસાના નાં વૃષભાન ગોપ અને કિર્તિદા ગોપરાણીને ત્યાં શ્રી રાધારાણી નો જન્મ થયો હતો.
શ્રી રાધારાણી નો જન્મ ભાદ્રમાસ, શુક્લ પક્ષ, અષ્ટમીની તિથિ ને સોમવારે થયો હતો.
તેથી ભાદરવા મહિના ની શુક્લ પક્ષમાં આવતી અષ્ટમી ને રાધા અષ્ટમી તરીકે ઉજવવા માં
આવે છે. શ્રી રાધેરાણી એ શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા છે, ભક્તો ની રાધારાણી
છે અને આપણા શ્રી વલ્લભ ચરણ અને શ્રી વલ્લભના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો નાં વ્હાલાં
પ્રથમ સ્વામિનીજી છે. આ દિવસે રાધાજીનું પુજન કરવાથી વ્રજ નાં વ્રજેશ શ્રી
ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે.
© Purvi Malkan
[email protected]
Here are some pics of the sanjis from Nathadwara
Return to main courtyard of the Haveli