પ્રબોધિની એકાદશી

      

          શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશી થી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના  દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે.તેથી આ દિવસને પ્રબોધિની  એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે. તુલસી પત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે.

           વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા છે, તેથી ગોપીઓ તુલસીજી ને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજી ને પંચામૃત થી સ્નાન કરાવવાં માં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. શેરડીનાં ૧૬ સાંઠા થી આંગણીયે મંડપ બંધાય છે. વિવાહ ખેલ ના ગીતો ગવાય છે. નવવધૂ ના સોળ શૃંગારથી શ્રી તુલસીજી ને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજી ને લાલ કે લીલા રંગ ની ચુંદડી ઓઢાડવાં માં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજ ના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છેં અને પૌવા નો પ્રસાદ વાટવામાં આવે છે. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ફળો ધરવામાં આવે છેં.  હવેલીઓમાં શ્રી ઠાકોરજી ને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકા નો શૃંગાર થાય છેં.

આજથી શિતકાલીન સેવા નો પ્રારંભ  કરાય છે. શિતકાલ માં શ્રી પ્રભુ ને તથા અન્ય સ્વરૂપો ને ગદ્દલ તપાવી ને ધરાય છે અને અંગીઠી સન્મુખ કરાવાય છે.

 

તુલસી વિવાહ કરવાની વિધિ

* ચાર મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરવું
* શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું
* ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું
* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ
  તરફ મોઢુ રાખીને બેસાડવાં.

* ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરવું
* ત્યારબાદ મંગળ ફેરા ફેરાવવા.

* ત્યારપછી શક્તિ મુજબ વૈષ્ણવ તથા બ્રાહ્મણોને ભોજન કરાવાયા છે.
* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરવું.

       

 ગોવા કોંકણમાં આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે તુલસી ચે લાગીન ના નામે ઓળખાય છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવ નું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ  ચાલે છે.

તુલસી વિવાહ બાદ જ ભારતમાં લગ્નમૌસમ શરૂ થાય છે.

                                                      

શેરડી નો મંડપ અને તુલસી વિવાહ

प्रबोधिनी पद

प्रबोधिनी व्रत कीजे नीको, जागे देव जगत हितकारन सबें ब्रतन को टीको

निस-वासर हरिको जस गैये, जोबन जात अंजुलि जल करको

गुन गावत दिन-रात अधिक सुख, छिनु एक जाम पलक नहीं फरको

या सुख महिमाको को जाने, नृप अंबरीष सरखो

       “an>कृष्कृष्णदास” सुखसिंधु बढ्यो अति गावत भक्त सुजस गिरिधरको

 

પૂર્વી મલકાણ મોદી>

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli