ગાંધારી નુ તપ તામસી છે.
એમેણે પતિ ને માટે થઇ આંખે પાટા તો બાંધ્યા, પણ આ એમનું પગલું અવિચારી, જીદ્દી,
જડવત અને ટુકી બુદ્ધિ નુ પરિણામ છે. સ્વેચ્છાએ આંખે પાટા બાંધી, ગાંધારી નતો
આંધળાની લાકડી બની શકી, નાતો તેહણે, ૧૦૧ બાળકો ને સાચું માર્ગ દર્શન આપ્યું.
ગાંધારી નુ પાતિવ્રત જડવત અને તામસી હોઈ તેનું ફળ પણ કટુ અને કષ્ટદાઈ રહ્યું છે.
ગાંધારીના તપ ના પ્રભાવે યુધીષ્ઠીરના નખ કાળા કરી નાખ્યા, યાદવો નુ નિકંદન કર્યું,
પણ એ તપ કોઈ નુ કલ્યાણ નથી કરી શક્યું.
એક અક્ષોહીની યાદવો કૌરવો માટે મરી પરવાર્યા, છતાં ગાંધારીએ એજ યાદવોના વિનાશની ઈચ્છા કરી ! ખરેખર, ગાંધારી જેવા કૃતઘ્ની જ્વલેજ કોઈ હશે !
જીવતા ને મારવું સરળ છે. મરતા ને જીવાડવું મુશ્કેલ છે. તપ નો પ્રભાવ તો ત્યારે દેખાય છે જ્હ્યારે એ તપ ના પ્રભાવે કંઈ નુતન સર્જન થયું હોઈ.
તપ એ છે જેનાથી કોઈ નું કલ્યાણ થાય છે. વિશ્વકલ્યાણ કરનાર તપ સર્વોચ છે. દા.ત. સતી અનસુયા ના તપ થી ગુરુ દત્તાત્રેય ઉત્તપન્ન થયા છે. ગુરુ દત્ત સારગ્રાહી છે અને વિશ્વ માં સર્વ નું સારું ઈચ્છે છે.
જો તપ ધર્મ અને દિવ્યતા નો નાશ કરવા માટે વપરાય તો સમઝવું આ તપ તામસી છે. ગાંધારી ના તપ થી સુખી અને સમ્રુધ યાદવો દુખી અને કંગાળ થઇ ગયા.
આ ગાંધારીના તપ નો પ્રભાવ નથી, પરાભવ છે.