એક મુઠીભર ધાન, એક લોટી દૂધ
એક મુઠીભર ધાન, એક લોટી દૂધ ને માટે દ્રોણે દ્રુપદને હાકલ કરી.
દયાહીન થયો રાજા,
રસહીન થઇ ધરા.
રાજા એક મુઠીભર ધાન, એક લોટી દૂધ આપતા અચકાઈ ગયા.
કરોડોનું દાન
કરનાર એક મહાન રાજા થોડા દૂધ માટે કોઈ ની આંતરડી કકળાવી ગયા.
આ ભયંકર ભૂલ નું પરિણામ રૌદ્રરૂપે ભોગવવું પડ્યું. ઋષિ અગ્નીવેશના બન્ને
શિષ્યો વારંવાર લડ્યા અને અંતે એ દૂધ તરસતા અશ્વશ્થામાએ પાંચાલો ને ભયંકર રીતે મારી
નાખ્યા. એ પાપી એ તો સુતા સૈન્ય ને સહેંસી નાખ્યું અને ગર્ભ માં રહેતા બાળક
પર પણ પોતાનું વેર વાળ્યું.
એક મુઠીભર ધાન, એક લોટી દૂધ ને માટે કેટ કેટલા મરી ગયા !