શ્રીવિઠ્ઠલનાથજી
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના આ
દ્વિતીય અધ્યાયની પ્રકટ લીલાનું સ્વરૂપ છે.જે અજ્ઞાન દૂર કરે તે વિઠ્ઠલ. ભકતોનાં માયારૂપ અજ્ઞાન દૂર
કરતા હોવાથી આપનું નામ શ્રીવિઠ્ઠલનાથજી છે.
શ્રીમહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં પંઢરપુર પહોંચ્યા ત્યાં બિરાજી રહેલા શ્રીપાંડુરંગ વિઠ્ઠલનાથજી એ શ્રીમહાપ્રભુજીને લગ્ન કરવાની આજ્ઞા કરી ને કહ્યું કે મારે તમારી ત્યાં પુત્ર રૂપે આવવું છે. ત્યાર પછી શ્રીમહાપ્રભુજીએ કાશી પધારીને શ્રીમહાલક્ષ્મીજી ની સાથે ગૃહસ્થાશ્રમ ની શરૂઆત કરી.
રામાનુજ સંપ્રદાય ના એક બ્રાહ્મણને ગંગા નદી માં સ્નાન કરતાં કરતાં શ્રીવિઠ્ઠલનું સ્વરૂપ હાથમાં આવ્યું. આ સ્વરૂપે તે બ્રાહ્મણને એક મહિના પછી શ્રીવલ્લભ ને ત્યાં પધરાવી દેવાની આજ્ઞા કરી. શ્રીમહાપ્રભુજી ચરણાટ બિરાજતા હતા તે વખતે સ્વરૂપ આજ્ઞા પ્રમાણે એક મહિના પછી તે બ્રાહ્મણ શ્રીમહાપ્રભુજી પાસે શ્રીવિઠ્ઠલનાથજી ના સ્વરૂપને પધરાવી દીધું, અને તેજ સમયે તેમની ત્યાં પુત્રરત્ન નો જન્મ થયો, એટલે કે આ બાજુ બ્રાહ્મણે નદીમાંથી પ્રાપ્ત થયેલા સ્વરૂપ ને જેવું શ્રીમહાપ્રભુજી ને પધરાવ્યું તેવું તેજ સમયે શ્રીવલ્લભ ની ત્યાં પુત્ર જન્મની વધાઇ આવી તેથી આ પુત્રનું નામ શ્રીવિઠ્ઠલનાથ રાખ્યું.
આ સ્વરૂપ શ્રીગુંસાઇજીએ બીજા લાલન શ્રીગોવિન્દરાયજી ને પધરાવી
આપ્યું. આ સ્વરૂપને પહેલાં અડેલમાં બીરાજ્યું ત્યારબાદ અડેલ થી મથુરા, મથુરા થી ગોકુલ, ગોકુલ થી રાજસ્થાન, ત્યાર બાદ ખિમનોર બિરાજયા અને હાલમાં આ
સ્વરૂપ શ્રીનાથદ્ધારામાં પ્રીતમ પોળ નજીક બિરાજે છે.
કામિની રોહિત મેહતા
© Kaminiben Mehta [email protected]
Temple of VitthalNathji
in Nathdwara VitthalNathji's svaroop Vitthalnathji at
Pandharpur