એકવાર શ્રીમહાપ્રભુજી કનોજિયા બ્રાહ્મણ પદ્મનાભદાસજી ની સાથે મહાવન
માં આવેલા કામવન માં યમુના નદીના કિનારે પધાર્યા. શ્રીવલ્લભ પ્રાતઃ સંધ્યા
માં બિરાજ્યાં હતા તે વખતે
બ્રહ્માંડઘાટ પાસેથી ભેખડ તુટતાં તેમાંથી એક વિશાળ પ્રગટ ચતુર્ભુજ સ્વરૂપ બહાર આવ્યુ અને તે સ્વરૂપે
શ્રીવલ્લભ ને કહ્યું: ‘મારી સેવા
કરો’. ત્યારે શ્રીવલ્લભે કહ્યું
:’ કૃપાનાથ,આપનું સ્વરૂપ ખુબ જ વિરાટ
છે અને આટલા વિશાળ સ્વરૂપની સેવા કળિયુગમાં કેવી રીતે થઇ શકે ??? તે માટે
આપશ્રી નાનું સ્વરૂપ બનીને મારી ગોદીમાં બેસી જાવ’. એ સાંભળી તુરત જ શ્રીઠાકુરજી શ્રીમહાપ્રભુજીની ગોદી માં બે
હસ્તવાળા નાના બાળક બનીને
બિરાજી ગયા. પદ્મનાભદાસ આ
અલૌકિક દર્શન કરી આનંદીત થઇ
ગયા. તેમને શ્રીમહાપ્રભુજી ને
તે પ્રગટ સ્વરૂપ પધરાવી આપવાની વિનંતી કરી.
પદ્મનાભદાસે તે સ્વરૂપની સેવા તેમના છેલ્લા દિવસ સુધી ખખુબ જ ભાવથી પ્રેમપૂર્વક કરી અને ત્યાર
બાદ તે સ્વરૂપ શ્રીગુસાંઇજી પાસે બિરાજયું, અને ત્યાર પછી આ સ્વરૂપ તેમના પ્રથમ
લાલન શ્રીગિરિધરજીનું સેવ્ય સ્વરૂપ બની ગયું.
શ્રીમથુરેશજીએ ચતુર્ભુજ સ્વરૂપ છે./span> આઆ સ્વરૂપ પોતાના ચારેય હસ્તમાં જુદા જુદા આયુધો ધરાવે છે દરેક આયુધો
ના જુદા જુદા ભાવો રહેલા છે. તેમના જમણા હસ્તમાં પદ્મ છે જે શ્રીસ્વામિનીજી ના
મુખરૂપ છે.નીચેના જમણા હસ્તમાં શંખ છે જે શ્રી સ્વામિનીજીના શ્રી કંઠરૂપ છે. નીચેના
ડાબા હસ્તમાં ચક્ર છે જે શ્રીસ્વામિનીજી ના કર કંકણરૂપ છે. ઉપર ડાબા હસ્તમાં ગદા છે
જે ભુજાથી ભેટતા હસ્તનો આધાર છે. આ સ્વરૂપની પિઠિકા ગોળ છે.
શ્રીમથુરેશજી જે આયુધો ધરાવે છે/span>,, તેનો ભાવ ચાર યૂથની સખીઓનો પણ થાય છે
જેમ કે કમલ શ્રીસ્વામિનીજીરૂપ,
ચક્ર શ્રીચન્દ્રાવલીજીરૂપ, શંખ
શ્રીયમુનાજીરૂપ, ગદા
શ્રીકુમારિકારૂપ પણ હોવાની ભાવના છે. /span> હાલ તે રાજસ્થાન નાં કોટા શહેરમાં બિરાજે છે.
કામિની રોહિત મેહતા
© Kaminiben Mehta [email protected]