શ્રીગોકુલનાથજી ની ભાવના
શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધના ગિરિરાજધરણની લીલાનું આ સ્વરૂપ છે. ગોકુલનાથજી એટલે કે ગોકુલનો નાથ. શ્રીગોકુલનાથજીનું સ્વરૂપ શ્રીકૃષ્ણનું ગોવર્ધનલીલાનું સ્વરૂપ છે. શ્રીકૃષ્ણએ ગોવર્ધનપર્વત ઉઠાવીને વ્રજભક્તો નું રક્ષણ કર્યું. ઇન્દ્ન કોપાયમાન થતાં તેણે મુશળધાર વર્ષા કરી. તે વખતે શ્રીકૃષ્ણએ વ્રજવાસીઓ ને બચાવવા અને ઇન્દ્ન ના અભિમાન ને તોડવા સાત દિવસ સુધી શ્રીગિરિરાજજી ધારણ કર્યા. ઇન્દ્ન ને શ્રીકૃષ્ણ ના સ્વરૂપ ની જાણ થતાં તે પણ શ્રીકૃષ્ણ ને શરણે આવ્યો. વ્રજવાસીઓએ ખુબ આનંદમાં આવીને ગિરિરાજજી ને જુદીજુદી સામગ્રી ધરી અન્નકુટ નો મહોત્સવ કર્યોં.
આ લીલા ના સ્વરૂપને શ્રીગોકુલનાજી કહે છે, જે ફક્ત ચાર આંગળી જેટલા
ઉંચું અને ઠાડું સ્વરૂપ અને ચતર્ભુજ ગૌરવર્ણું સ્વરૂપ છે. શ્રીગોકુલનાથજીની
આજુબાજુ બે સ્વામિનીજીઓ બિરાજે છે, ડાબીબાજુ શ્રીરાધાજી જમણા હાથમાં પંખો અને
બીજા હાથમાં વીણા લઇને ઉભેલાં છે અને જમણીબાજું શ્રીચન્દ્નાવલીજી ડાબા હાથમાં
પંખો અને બીજા હાથમાં લાકડી લઇને ઉભેલાં છે. પોતાના ઊંચા કરેલા જમણા હાથમાં
શ્રીગોવર્ધન ધારણ કર્યો છે, અને નીચે રાખેલા ડાબા હાથમાં શંખ છે, તેમાં
ઇન્દ્નએ વર્ષાવેલું જળ ભેગું કરે છે અને તે બીજા બે હાથથી વાંસળી વગાડી
વેણુનાદ કરી વ્રજજનોને ભયમુક્ત કરી રહેલાં છે.
શ્રીમહાપ્રભુજી ને તેમના સસરા વેણુભટ્ટજીએ તેમના લગ્ન વખતે કેટલાંક દેવી દેવતાના સ્વરૂપો પધરાવી આપ્યાં હતાં, તેમાંનું એક સ્વરૂપ શ્રીગોકુલનાથજીનું હતું. જે પાછળથી વલ્લભગૃહ નું નિધિસ્વરૂપ બની ગયું હતું અને શ્રીમહાપ્રભુજીએ શ્રીગોકુલનાથજી સિવાયના બીજા સ્વરૂપ ને ગંગાજીમાં પધરાવી દીધાં હતાં. શ્રીમહાપ્રભુજી પછી આ સ્વરૂપની સેવા શ્રીગુસાંઇજી કરતા. શ્રીગોકુલનાથજી નું સ્વરૂપ અડેલ થી મથુરા અને મથુરા થી ગોકુલ આવ્યું ત્યારથી શ્રીગોકુલનાથજીનું સ્વરૂપ ચતુર્થગૃહમાં શ્રીમદ્ ગોકુલમાં બિરાજમાન છે. જે હાલમાં શ્રીગોકુલનાથજીનું સ્વરૂપ શ્રીમદ્ ગોકુલમાં બિરાજમાન છે.
કામિની રોહિત મેહતા
© Kaminiben Mehta [email protected]