નિધિ સ્વરૂપો

 

 શ્રીગોકુલચન્દ્નમાજી ની ભાવના

આ સ્વરૂપ મહારાસ લીલાનું સ્વરૂપ હોવાથી ગોકુલ ના ચન્દ્ન એટલે કે ગોકુલચન્દ્નમાજી કહે છે.  શ્રીગોકુલચન્દ્નમાજી લલિતત્રિભંગી ના નામે ઓળખાય છે. આ સ્વરૂપ એક ફૂટ જેટલું છે. તેના પગ, ગરદન અને કમર  થોડા ઝુકેલાં છે. તેમનો વર્ણ   શ્યામ છે. તેમની  આંખો ખુબ મનમોહક છે. તેમના બે હાથમાં વાંસળી છે.

તેમનો ડાબો પગ ભૂતળ ઉપર છે જે પુષ્ટિરસ નું સુચન કરે છે, અને જમણો પગ ભૂતળ થી થોડો ઉપર છે જે મર્યાદારસ નું સુચન કરે છે. તેમનો અંગૂઠો અને આંગળીઓ ભૂમિ ને અડકેલાં છે જે આપણને પુષ્ટિમાર્ગ નો વિસ્તાર કરવાનું સુચન કરે છે.

આ સ્વરૂપ નમ્ર, કોમળ અને શ્રૃંગારરસ ધરાવતું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં વૈષ્ણવોના સાત્વિક, રાજસ અને તામસ ભાવ દર્શાવે છે.

શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે શરદપુર્ણિમાના દિવસ દરમ્યાન વૃન્દાવનમાં છ મહિના સુધી મહારાસ કર્યો. આ મહારાસ દરમ્યાન શ્રીકૃષ્ણએ જે સ્વરૂપ ધારણ કર્યું, તે રાસલીલા નું સ્વરૂપ હોવાથી શ્રીગોકુલચન્દ્નમાના નામથી ઓળખાય છે.

આ શ્યામવર્ણ સ્વરૂપ કામદેવ થી પણ મોહક છે.  શ્રીમદ્ ભાગવત ના દશમસ્કંધ ના ફળપ્રકરણના ૩૨માં અધ્યાયમાં આનું વર્ણન કરેલું છે. નિકુંજ સ્થાન માનસીગંગા છે. 

શ્રી મહાપ્રભુજી જ્યારે ચિંતામાં હતા કે પૃથ્વીના જીવો ને શરણે કેમ કરીને લેવા? ત્યારે, આ સ્વરૂપે બ્રહ્મસંબંધ ની આજ્ઞા કરી હતી. આ સ્વરૂપ ગોકુલમાં આવેલા બ્રહ્માંડઘાટ માંથી વહેતા શ્રીયમુનાજીમાંથી મળી આવ્યું હતું. તે મનોહર સ્વરૂપ જોતાંજ શ્રીમહાપ્રભુજી ના મુખમાં થી મધુરાષ્ટકમ્ નીકળ્યું.  તેથી આ સ્વરૂપને મધુરાધિપતિ કહે છે. 

શ્રીમહાપ્રભુજીએ આ સ્વરૂપને નારાયણદાસ બ્રહ્મચારી ને પધરાવેલું, નારાયણદાસ બ્રહ્મચારીના લીલામાં પુન: પધાર્યા બાદ શ્રીગુંસાઇજીએ આ સ્વરૂપને પંચમ પુત્ર શ્રીરઘુનાથજી મહારાજ ને પધરાવેલું અને હાલમાં તે પંચમગૃહ કામવન માં બીરાજમાન છે.

               

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta
[email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli