નિધિ સ્વરૂપો

 

દ્વારિકાધિશજી ની ભાવના

શ્રીકૃષ્ણ ના આ સ્વરૂપની વાર્તા કંઇક અદભુત છે. શ્રીમદ્ ભાગવતમાં સાતમા અધ્યાયની  વેણુગીત લીલા અને  આંખમિચૌલી લીલા આ સ્વરૂપમાં પ્રગટ છે. આ પણ ચર્તુભુજ સ્વરૂપ છે.  એકવાર શ્રીસ્વામિનીજી વ્રજની ટહેલ કરતાં હતાં, તે સમયે શ્રીઠાકુરજી ચુપકીદી થી આવી ને શ્રી સ્વામિનીજીની ના નેત્ર ઢાંકે છે.  શ્રીસ્વામિનીજીને પૂછે છે, ‘હું કોણ છું’?  પછી શ્રીઠાકુરજીના બે હસ્ત નેત્ર પર છે અને બીજા બે હસ્ત પ્રકટ કરી વાંસળી વગાડી વેણુનાદ કરે છે.  આ રસવિહારી ચર્તુભુજ સ્વરૂપ  શ્રીદ્વારકાધીશજી છે.

આ સ્વરૂપ ની પીઠીકા ચોરસ છે. આ સ્વરૂપના નીચેના જમણા શ્રીહસ્તમાં પદ્મઉપરના જમણા શ્રીહસ્તમાં ગદાનીચેના ડાબા શ્રીહસ્તમાં ચક્ર, ઉપરના ડાબા શ્રીહસ્તમાં શંખ ધરાવે છે. સૌ  પ્રથમ બ્રહ્માજી દ્વારા સેવાયેલાં આ સ્વરૂપે  સૃષ્ટિનાં આરંભે બ્રહ્માજીને તપ કરવાની આજ્ઞા કરી અને  બ્રહ્માજી પછી આ સ્વરૂપની સેવા બ્રહ્મપુત્ર કર્દમ ઋષિએ  પોતાના બિંદુ સરોવર પર આવેલા આશ્રમમાં સેવા કરી. આ ઉપરાંત આ સ્વરૂપની કપિલદેવજી, દેવહુતિજી, રાજા અંબરીષે ખૂબ રાજવૈભવથી સેવા કરી. તેમના પછી મહર્ષિ વશિષ્ઠ મુનિ એ સેવા કરી.  માતા કૌશલ્યાજીએ આ સ્વરૂપની સેવા અયોધ્યામાં કરી. આ સ્વરૂપ પાંડવો  અને ભગવાન રામ  દ્વારા પણ સેવાયેલ છે. 

ઘણા વખત પછી પાછું આ સ્વરૂપ કળિયુગ માં  કનોજના  દરજી ભક્ત પાસે પધારી ગયુ. તેમની  સેવા બાદ કનોજ ના દીવાન દામોદરદાસ સંભરવાળા શ્રીમહાપ્રભુજીના સેવક બન્યા પછી  ગુરુની આજ્ઞા મુજબ આ સ્વરૂપને પોતાની ત્યાં  લઇ આવ્યા. આ  સ્વરૂપ ને શ્રીમહાપ્રભુજીએ પુષ્ટ કર્યું. દામોદરદાસ સંભરવાળા ના  ગૌલોક ગમન પછી તેમની  પત્ની આ સ્વરૂપ ને  અડેલ શ્રીમહાપ્રભુજીને આપી દીધું. 

શ્રીગુંસાઇજીએ તેમના તૃતીય પુત્ર શ્રીબાલકૃષ્ણજીને પધરાવી આપ્યું.  તેઓ આ સ્વરૂપને મથુરા લઇને આવ્યા અને યમુના નદીને કિનારે મથુરામાં શ્રીબાલકૃષ્ણજીએ મંદિર બનાવ્યું.

હાલમાં શ્રીદ્વારકાધિશજી કાંકરોલી રાયસાગર મંદિરમાં બિરાજી રહેલા  છે.

 

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli /a>