નિધિ સ્વરૂપો

 

શ્રીબાલકૃષ્ણજી ની ભાવના

 

શ્રીબાલકૃષ્ણજીનું સ્વરૂપ શ્રીનવનીતપ્રિયાજીના સ્વરૂપની જેવું જ દેખાય છે.  આ સ્વરૂપ નાનકડું મનમોહક બાળલીલાનું સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવત ના દસમસ્કંધ માં સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણએ નંદાલયમાં કરેલી લીલાઓ જેવી કે પૂતના સ્તન લીલા, રીંગણલીલા, શકટભંજનલીલા અને તૃણાવર્તલીલા વગેરે લીલા કરી તેનું આ સ્વરૂપ છે.  

શ્રીમહાપ્રભુજી એકવાર શ્રીયમુનાજીમાં સ્નાન કરતાં હતાં તે વખતે તેમની જનોઇ ને પકડી ને એક નાનકડાં બાળકનું સુંદર સ્વરૂપ બહાર આવ્યું, જેનું  લાવણ્યમય સુંદર મુખારવિન્દ,  શ્રીઅંગ નો ઘેરો વર્ણ છે. માથા પર ટોપી પહેરી છે અને બાળકની જેમ ઘુંટણીયે ચાલે છે.  શ્રીબાલકૃષ્ણજી  ના જમણા હાથમાં માખણનો લડ્ડુ છે ને ડાબો હાથ જમીન પર છે.

શ્રીબાલકૃષ્ણજી સાથે શ્રીવિઠ્ઠલનાથજી નિત્ય રમતાં હતાં. શ્રીગુંસાંઇજીએ આ સ્વરૂપને તેમના છઠ્ઠા લાલન શ્રીયદુનાથજીને પધરાવી આપેલું. શ્રીયદુનાથજી તેમના મોટા ભાઇ શ્રીબાલકૃષ્ણજી ના સેવ્ય સ્વરૂપ શ્રીદ્વારકાધીશજી ની સાથે આ સ્વરૂપની સેવા કરતાં.

આ બન્ને સ્વરૂપ કાંકરોલી બિરાજ્યાં. ત્યાર બાદ શ્રીબાલકૃષ્ણજી કાંકરોલીથી સુરત બિરાજ્યાં છે. 

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli