ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

યાદવેન્દ્રદાસ કુંભાર

 

 

તેઓ શ્રી મહાપ્રભુજીની સેવા કરવામાં ખૂબ આતુરતા રાખતા.
 જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજી જ્યારે પરદેશ પધારતા, ત્યારે તેઓ હમેંશા તેમની સાથે રહેતા હતા .

યાદવેન્દ્ર દાસ પોતાની સાથે એક રાવટી, એક હાડકાઈ, એક કુહાડી, એક કનાત અને બે-ચારદિવસનું સીધુ રાખતા. મારગમાં શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ કે કોઈ વૈષ્ણવ થાકી ગયા હોય તો પોતાના મુકામે પહોંચ્યા બાદ તેમની પરચારગી કરતાં રાતે ચોકી પહેરો કરતાં.

એકવાર શ્રી ગુંસાઈજી ગોકુલમાં બિરાજતા હતા ફાગણ વદ સાતમનો દિવસ હતો રાતના દોઢ વાગ્યાનો સમય હતો યાદવેન્દ્રદાસ શ્રી ગુંસાઈજીના ચરણ દબાવી સેવા કરી રહ્યા હતા ત્યારે શ્રી ગુંસાઈજીએ યાદવેન્દ્રદાસને કહ્યું કે સમયે જો પાયો ખોદવામાં આવે તો તે ખૂબ મજબૂત થાય, અને તે પાયા પર મંદિર ખૂબ સારું બને. અત્યારે એને લગતું ખૂબ ઉત્તમ મુહૂર્ત છે પળભરમાં શ્રી ગુંસાઈજી નિદ્રાધન થયા , યાદવેન્દ્રદાસે તરત તે વાત વધાવી લીધી તેઓ બહાર દોડી ગયા બે પ્રહર સુધી સતત માટી ખોદતાં રહ્યા પ્રભાત સુધીમાં એટલો મોટો ખાડો ખોદાઈ ગયો કે એને ભરવામાં મજૂરોને એક મહિનો લાગે પછી ત્યાં ખૂબ સુંદર મંદિર બન્યું અને તે મંદિરમાં શ્રી નવનીતપ્રિયાજી પ્રસન્નતાપૂર્વક બિરાજમાન થયા.

યાદવેન્દ્રદાસે એકવાર જાણ્યુ કે શ્રીનાથદ્વારમાં જળની તંગી છે તેથી રુદ્રકુંડ પાસે પોતાના હાથે એક કૂવો ખોદી ત્યાં પાકો કૂવો બનાવ્યો હતો, તેમાંથી ખારું જળ નીકળ્યું ત્યારે તેને મીઠું બનાવવા ગંગાજીમાં ઊભા રહી સતત તર્પણ કરતા રહ્યા જ્યારે કૂવામાંથી મીઠું જળ પ્રગટ થયું ત્યારે તેઓ ગંગાજીમાંથી બહાર નીકળ્યા.

આવી સેવા અને પરચારગીની ટહેલ કરવામાં અનન્ય શક્તિશાળી મહાઉત્સાહી યાદવેન્દ્રદાસને આપણા ખૂબ ખૂબ વંદન હો.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli