ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


ઉત્તમશ્લોકદાસ દુબે  

 

તેઓ સાંચોરા બ્રાહ્મણ હતાં.
તેઓ શ્રીનાથજીના સેવકોની રસોઈ કરતા અને અત્યંત પ્રેમ પૂર્વક પીરસી તેમણે સંતુષ્ટ કરતાં હતાં.
જેમ માતા પોતાના બાળક ને જમાડે ત્યારે તેના હૃદયમાં વાત્સલ્ય ભાવ છલકાતો હોય, તે જ રીતે તેઓ વાત્સલ્ય પૂર્ણ માતા અને ઉત્તમ દાસ્યત્વ રાખીને વૈષ્ણવોને પીરસી ને જમાડતા.

ઉત્તમશ્લોકદાસ સાંચોરા અને ઈશ્વરદાસ સાંચોરા એ બંને ભાઈઓ હતાં અને બંને ગુજરાતનાં ગોધરા ગામે જનમ્યા હતાં મોટા થયા બાદ તેઓ એક શુદ્ર કાયસ્થને ત્યાં ચાકરી કરતા હતાં. એકવાર તેઓ શુદ્ર કાયસ્થ સાથે આગ્રા ગયા. ત્યારે તેઓ શ્રી યમુનાજીના તીરે સંધ્યાવંદન કરી રહ્યા હતા. તે સમયે ત્યાં મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સાથે ત્યાં સંધ્યાવંદન કરી રહ્યા હતાં. તે સમયે તેમણે કૃષ્ણદાસજીને કહ્યું કે, બ્રાહ્મણ થઈ શુદ્રની સેવા કરવી યોગ્ય નથી.

ઉત્તમશ્લોકદાસ અને ઈશ્વર દુબે એ વાત સાંભળી. તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે, અમે બીજા ગુણો વિષે જાણતા નથી તેથી પેટનો નિર્વાહ પૂરો કરવા અમે શુદ્રની ચાકરી કરીએ છીએ. ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે, અમે તો અમારા સેવક સાથે વાતો કરીએ છીએ. એમ કહી કૃષ્ણદાસજીને સંબોધતા કહ્યું કે, ઈશ્વર બધાનું ભરણ પોષણ કરે છે. તેથી કીડીને ખાવાને કણ અને હાથીને ખાવાને મણ મળી જ રહે છે. બસ ફક્ત ઈશ્વર પર શ્રધ્ધા હોવી જોઈએ.

ત્યારે ઉત્તમશ્લોકદાસ અને ઈશ્વર દુબે બંને ભાઈઓએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપા કરીને આપ અમને શરણે લો, અને અમને સેવા બતાવો, જેથી શુદ્રની ચાકરી છોડીને અમે આપની સેવા કરીએ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બંને ભાઈઓને નામનિવેદન કરાવીને કહ્યું કે, આપ ભાઈઓ વ્રજમાં આવો અને શ્રી ગોવર્ધનધરણજીની સેવા કરો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થતાં જ તેઓ બંને ભાઈઓએ શુદ્રની ચાકરી છોડી દીધી, અને માતાપિતાની સંમતિ માગવા પોતાના ગામ ગયા. પરંતુ માતાપિતાએ સંમતિ ન આપતા, તેઓ એક દિવસ માતાપિતાને પૂછ્યા વગર વ્રજ તરફ નીકળી ગયા.

વ્રજમાં પહોંચીને તેઓ શ્રી ગોવર્ધનધર, શ્રી મહાપ્રભુજી અને વૈષ્ણવોની ટહેલ કરી સેવા કરતાં.
આવા શ્રી મહાપ્રભુજીના સેવકોને વંદન કરી આપણે આગળ વધીએ.

 

પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli