ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

બેટા રઘુનાથજી

પદ્મનાભદાસના પૌત્ર રઘુનાથદાસ શ્રી આચાર્યજીના સેવક હતા.
તેમનામાં તામસ ગુણોનો પ્રભાવ વિશેષ હતો.

કાશી જઈને અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ વાદવિવાદ કરતાં એકવાર તે ગોકુલ આવ્યા. શ્રી ગુંસાઈજીના દર્શન કરી એમના વચનામૃત સાંભળવા બેઠા. શ્રીગુંસાઈજીની અલૌકિક વાણી તેમને સ્પર્શી ગઈ પછી. અવારવાર કથા સાંભળવા આવતા. શ્રી ગુંસાઈજી એમને આગળ બેસાડતા. એકવાર શ્રી ગુંસાઈજીના સેવક પરમાનંદ સોનીએ તેમને પૂછ્યું તમે તો કાશીમાં અનેક શાસ્ત્રો ભણીને વિદ્વાન બન્યા છો , તો આજે શ્રી ગુંસાઈજીએ શેની કથા કહી તેના પર તમે જરા પ્રકાશ પાડશો?

રઘુનાથદાસે મનોમંથન કરી જવાબ આપવા પ્રયાસ તો કર્યો પણ તેમાં કશી સફળતા મળી. તેમણે પરમાનંદ સોનીને સ્પષ્ટ એકરાર કરતાં કહ્યું સાચું કહું તો "હું સાંભળું છું તો ખરો પણ કંઇ સમજ પડતી નથી. શ્રી આચાર્યજીના માર્ગની પરિપાટી અને સિધ્ધાંતો બરાબર સમજાતા નથી." પછી શ્રી ગુંસાઈજીએ કૃપા કરીને સિધ્ધાંત રહસ્ય, કૃષ્ણાશ્રય, નવરત્ન અને સેવાફલનું રહસ્ય સમજાવી માર્ગની તમામ પ્રણાલિકા અને સિધ્ધાંતો હૃદયરૂઢ કરાવી દીધા.

રઘુનાથદાસે વિચાર કર્યો કે મારી માતા પાર્વતીએ શ્રી ઠાકોરજીને મન લગાવીને સેવા કરીને વશ કર્યા છે તેની આગળ વારંવાર પ્રગટ થઈ દર્શન આપે છે, અને સાનુભાવ જણાવે છે, તો હું પણ એવું કેમ કરું ? હું પણ પ્રભુને સેવાથી વશ કરું. એટ્લે એમણે માતાથી અલગ પડીને સેવાક્રમ કરવાનો પ્રારંભ કર્યો તેઓ ખૂબ ઠાઠમાઠથી સેવા કરે .

જ્યારે માતા પાર્વતી ઘઉં-ચણાની પીળી રોટલી અને જળ માત્ર ધરાવી શકે, પોતાનું સુખ છોડીને પણ શ્રી મથુરાનાથજીની સેવા કરતી રહે. એકવાર શ્રીઠાકોરજી પ્રગટ થઈ તેને કહ્યું, "તું મને એકલી રોટલી ધરાવે છે એનાથી મારુ ગળું છોલાય છે સાથે દાળ ધરાવતી રહે."
પાર્વતીએ
કહ્યું, "મહારાજ, આપ તો રઘુનાથદાસને ત્યાં દાળ,ભાત ખીર વગેરે વ્યંજન આરોગો છો, પછી ગળું શેનું છોલાય?"
શ્રી ઠાકોરજીએ કહ્યું, "આચાર્યજીની
કાનિથી હું રઘુનાથદાસના છપ્પન ભોગ આરોગું છું પણ તે અહંકારથી ધરાવે છે એટ્લે મને રુચતા નથી. પણ તારી પ્રેમથી ધારેલી રોટલી મને વધુ પ્રિય છે."

જ્યારે રઘુનાથદાસે પ્રભુનો આવો ભાવ જાણ્યો, ત્યારે તેમનું અભિમાન છૂટી ગયું, અને માતા પાર્વતિની સાથે પ્રભુની સેવા કરવાનો દિનભાવ ધારણ કર્યો.

આવા સેવક રઘુનાથદાસને પ્રણામ કરીએ.

 

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli