ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


પાર્વતી

 

શ્રી આચાર્યજીના સેવક પદ્મનાભદાસના દીકરાની વહુનું નામ પાર્વતી હતું.
તે રાજસી ભક્ત હતી.
દેહની સુંદરતાને કારણે તેને રૂપનું ખૂબ અભિમાન હતું.

તે ઠાકોરજીની સેવા ખૂબ સુંદર રિતિથી કરતી હતી. શ્રી ગુંસાઈજીના સેવક પુરુષોત્તમદાસ મહેરા  અવારનવાર તેને ત્યાં આવતા, અને તેની સાથે ભગવદ્વાર્તા કરતાં . એકવાર પુરુષોત્તમ દાસ મહેરા તેને ત્યાં ગયા પછી પાર્વતીના હાથ પગ એકદમ સફેદ થવા લાગ્યા. તેનું સુંદરતાનું બધુ અભિમાન ઓસરી ગયું.

આ વિચિત્ર રોગથી તે ખૂબ પરેશાન થઈ ગઈ તેનામાં સુંદરતાનું બધુ અભિમાન ઓસરી ગયું. આ વિચિત્ર રોગથી તે ખૂબ ચિંતિત રહેવા લાગી. દેહ તો ભગવદ સેવાનું સાધન એ રોગી હોય તો પોતાને પણ શ્રીજીની સેવા કરવાનું શી રીતે ગમે?? અને પ્રભુને પણ શી રીતે ગમે? આવી પડેલું આ આધિભૌતિક દુઃખ કેવી રીતે દૂર જશે? એના મનમાં વિચાર આવ્યો કે આવું સામર્થ્ય તો કેવળ શ્રી ગુંસાઈજીનું જ છે. શ્રી ગુંસાઈજી સુધી પોતાનો ભાવ કોણ પહોંચાડે ?તેણે પોતાના દુઃખનું નિવેદન કરતો એક પત્ર લખ્યો એ પત્ર પુરુષોત્તમ દાસને પહુંચાડ્યો. અને સાથે સાથે શ્રી ગુણસાઈજીને ભેંટ ધરવા એક સોનામહોર પણ મોકલી .પુરુષોત્તમદાસે શ્રી ગુંસાઈજીને તે પત્ર અને સોનામહોર ભેટ ધર્યા. અને તે ભગવદીય સ્ત્રીના દુઃખને દૂર કરવાની વિનંતી કરી.

પત્રમાં વ્યકત કરેલ દીનભાવ  અને ભગવદસેવાની વ્યાકુળતા , શ્રી ઠાકોરજીના સુખનો વિચાર વગેરે ભાવ જોઈને શ્રી ગુંસાઈજી પ્રસન્ન થયા. આપશ્રીએ પુરુષોત્તમદાસની પાસે વળતો પત્ર દ્વારા તેને જણાવ્યુ કે તેણે તેના પર આવેલા એ આધિભૌતિક દુઃખની જરા પણ ચિંતા ન કરવી. તેનો રોગ દૂર થઈ જશે. સેવા પણ પ્રસન્નતા પૂર્વક કરી શકશે. પછી તે જરા પણ ગ્લાનિ રાખ્યા સિવાય પ્રેમમુદિત મને ભગવદ સેવા કરવા લાગી . પત્ર પ્રાપ્ત થયા પછી ત્રણ –ચાર માસમાં તેનો રોગ સદંતર દૂર થઈ ગયો. આ બધી શ્રી ગુંસાઈજીની જ કૃપા છે તેવું તેણે પ્રત્યક્ષ આનુભવ્યું .

શ્રી ગુંસાઈજીના એક સેવક સાથે થોડો સત્સંગ કરવાથી પણ આવું ફળ મળી શકે છે, એ બતાવે છે કે વૈષ્ણવો સાથે ભગવદવાર્તા કરવાથી પણ વિચારો કેટલા બદલાઈ શકે છે.

 

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli