ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

નારાયણદાસ બ્રહ્મચારી

 

તેઓ આચાર્યજીના કૃપાપાત્ર સેવક હતા.
તેઓ સારસ્વત બ્રાહ્મણ હતા.
નારાયણદાસ
શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા સુંદર રીતિથી કરતાં હતા.

ગાયને ઘાસ ધોઈને ખવડાવતા, ત્યારે મનમાં એવો ભાવ રાખતા કદાચ દૂધમાં રજકણ આવી જાય તો ! પ્રભુ તો અત્યંત સુકુમાર છે માટે પ્રભુને કોઈ શ્રમ પડવો જોઈએ. નારાયણદાસ હમેંશા ત્યાગ દશામાં રહેતા મનમાં વૈરાગ્યની દ્રઢ ભાવના રાખતા. તેમને ધન-સંપતિનો જરાપણ મોહ હતો. તેઓ ભિક્ષા માંગી લાવે અને પોતાનું પેટ ભરે.

એક રાત્રે તેમની ખાટ પાસે ખૂબ દ્રવ્ય પડેલું હતું. સવારે તેમણે તે જોયું, એટ્લે ભત્રીજીને કહ્યું ઘરમાં બગાડ પડ્યો છે, તે વાળીને નાખી આવ. અને ભત્રીજીએ બધુ વાળીને નાખી દીધું, અને જ્ગ્યાને લીપી નાખી તેના ઉપર માટી નાખી દીધી.

નારાયણદાસે તો ફક્ત વાળવા કહ્યું હતું પરંતુ ભત્રીજી પણ તેના કાકાની જેમ વૈરાગ્યવાન હતી તેથી કાકાએ જે બગાડ કહ્યો છે, તે જ્ગ્યા પણ સ્વચ્છ કરી નાખવી જોઈએ તેમ તે માનતી હતી. દ્રવ્યમાં અસુરાવેશ હોય તો ભગવદીય તેનો આટલો સહજતાથી ત્યાગ કરી શકતા હોય છે.

કાકા અને ભત્રીજી આવી પ્રસન્નતાથી શ્રી ગોકુળચંદ્રમાજીની સેવા કરતા.
સેવા
અને સ્મરણમાં સદા સંતુષ્ટ રહેતા.

નારાયણદાસ શ્રી ઠાકુરજીના મુખની સુંદરતા જોતાં, દેહાનુસંધાન ભૂલી જતાં હતા.
નારાયણદાસ
ને શ્રી ઠાકુરજીના સુખનો સતત વિચાર કરતા.

શ્રી મહાપ્રભુજી આવા અનન્ય સેવક ને દંડવત કરી કૃતાર્થ થઈએ.  

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli