મહાવનની
ક્ષત્રાણી
આચાર્યજીની
સેવક
હતી.
બાલ્યાવસ્થાથી
જ
તે
અંતર્મુખી
હતી.
લોકોની સાથે ઓછું બોલતી અને આત્મચિંતન વધુ કરતી. પ્રેયના માર્ગે ચાલવા કરતાં શ્રેયના માર્ગે ચાલવાનું વધુ પસંદ કરતી હતી. તેને લગ્ન કરીને સંસારમાં આસક્ત થવાનું જરા પણ ગમતું ન હતું. તેમ છતા, પુત્રી હોવાના કારણે તેના માતા પિતા એ એક સારૂ ઘર જોઈ તેના વિવાહ કર્યા.
પરંતુ વિધિના લેખ ન્યારા હોય છે.
થોડા જ સમયમાં તેના પતિનું અને તેના માતા પિતાનું બીમારીમાં મૃત્યુ થયું. ગામમાં સગા સંબંધી કહેવા લાગ્યા કે જે તારી સાથે પ્રેમ કરશે તે બધા જ થોડા સમયમાં મરી જશે. આથી લોકો તેનાથી દૂર દૂર રહેવા લાગ્યા.
એક
સમયે
આ
ક્ષત્રાણીને
ખબર
પડી
કે
નારાયણ
દાસ
બ્રહ્મચારીને
ત્યાં
શ્રી
આચાર્ય
મહાપ્રભુજી
પધાર્યા
છે,
ત્યારે
આ
ક્ષત્રાણી
તેમના
દર્શન
કરવા
ગઈ
અને
નિવેદન
કરીને
કહ્યું
કે
મહારાજ
મારો
સ્વીકાર
કરો.
હવે
મારે
લૌકિક
પ્રતિબંધો
છૂટી
ગયા
છે
ત્યારે
આચાર્યજી
એ
નામ
નિવેદન
કરાવ્યુ
આચાર્યશ્રી
પાસેથી
એમના
ચરણાર્વિન્દની
છાપ
એક
વસ્ત્ર
પર
પ્રાપ્ત
કરી
તેની
સેવા
કરવાની
ભાવના
રાખી.
એક
દિવસ
આ
ક્ષત્રાણી
યમુના
જલ
ભરવા
અપરસમાં
ગાગર
લઈને.
શ્રી
યમુનાજીમાં
પ્રવેશી
ત્યારે
કિનારા
પાસે
થોડા
જલ
માં
ચાર
સ્વરૂપો
જોયા.
મહાવનની
ક્ષત્રાણીએ
આ
ચારેય
સ્વરૂપોને
પૂછ્યું
કે
આપ
આ
જલમાં
કેમ
બિરજો
છો?
તે
ચારેય
સ્વરૂપો
એ
કહ્યું
કે
તું
અમને
તારા
ઘરે
પધરાવ
જ્યારે
તારા
ઘરે
શ્રી
મહાપ્રભુજી
પધારે
ત્યારે
તેમને
તું
અમને
આપી
દેજે.
તે ક્ષત્રાણીનું મમત્વ શ્રી આચાર્યજીની સેવા કરે છે તેમ છતા તે વૈષ્ણવ પાસે તે સ્વરૂપો સ્વયં પધાર્યા જે જીવ આચાર્યજીના સાનિધ્યમાં આવે તેને કૃષ્ણ પ્રેમ થાય છે અને તેમની પાસે જ પ્રભુ પધારે છે.
શ્રી
આચાર્યજીની
સેવક
મહાવનની
ક્ષત્રાણીને
આપણાં
વંદન.
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli