ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


જીયદાસ સૂરી ક્ષત્રી

તેઓ આગરામાં રહેતા હતા.
શ્રી મહાપ્રભુજીએ તેમની ઉપર શ્રી લાડીલેશપ્રભુજીની સેવા પધરાવી હતી.

શ્રી મહાપ્રભુજીએ સેવા પધરાવ્યા બાદ, શ્રી લાડીલેશજી કેવળ પ્રહર જીયદાસ પાસે સેવા કરાવી. પ્રાતઃકાળથી સાયંકાળ સુધી, તનુજા, વિત્તજા સેવા કર્યા પછી અનોસર કરતા, એવો વિરહ થયો કે તે સમયે દેહનુ બંધન છૂટી ગયું.

શ્રીમદ્ ભગવત્ માં  કથા છે કે રાજા ખટ્વાંગને પોતાના મૃત્યુની જાણ બે ઘડી પહેલા થઈ. તેમ છતાં તે બે ઘડીના સમયમાં પણ મન ભગવત્સેવામાં એવી તન્મન્સ્ક સ્થિતિમાં પસાર કર્યા, અને મુક્તિ મેળવી લીધી હતી. તેવી રીતે, જીયદાસ સૂરિએ માત્ર ચાર પ્રહારમાં મુક્તિથી અધિક એવા શ્રી ઠાકુરજીની નિત્યલીલા પ્રાપ્તિનું ફળ મેળવી લીધું.

સ્વલ્પકાળ માટે પણ ભગવદ્સેવા કરવાથી પણ લીલામાં પ્રાપ્તિ થઈ શકે વાતને સિધ્ધ કરી.

જીયદાસ ને બે પુત્રો હતા એકનું નામ પુરુષોત્તમદાસ અને બીજાનું નામ છબીલદાસ.
તેઓએ
પણ પિતાના પગલે સર્વ લૌકિક, વૈદિક વ્યવહાર ભૂલીને શ્રી ઠાકોરજીની સેવા કરી. જ્યારે એમને એવું પ્રતીત થયું કે હવે દેહનુ બંધન છૂટવાની તૈયારી છે, ત્યારે એમણે પોતાના મામા શ્રી કૃષ્ણદાસ ચોપડાના માથે શ્રી લાડીલેશજીને પધરાવ્યા.

તેમણે પણ બહુ સુંદર રીતિ થી શ્રી લાડીલેશજીની સેવા કરી. દ્રવ્ય અને કુટુંબનો વિયોગ થયો, છતાં યે પોતાની ટેક છોડી.
કૃષ્ણદાસનું કુટુંબ દૈવી હોવાને કારણે તે ભગવદ્સેવા પામી શક્યું. તે રીતે કૃષ્ણદાસનું જેટલું દ્રવ્ય દૈવી હતું, એટલું ભગવદ્સેવામાં અંગીકૃત થયું.

એટલા માટે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવને પરમ પુરુષાર્થ સિધ્ધ કરવા આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજીના આવા સેવકોને આપણે વંદન કરીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli