ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

હરિવંશ પાઠક

 

હરિવંશ પાઠક શ્રી આચાર્યજીના સેવક હતા.
તેઓ કાશીના સારસ્વત બ્રાહ્મણ હતા.
પૂર્વે તેઓ ગણેશના ઉપાસક હતા .

શ્રી મહાપ્રભુજીએ પત્રાવલંબન ગ્રંથ રચી કાશીના અનેક પંડિતોને જીત્યા. હરિવંશ પાઠકને પણ આચાર્યજીના દર્શન કરવાની ઇચ્છા થઈ. થોડેક દૂરથી તેમણે આચાર્યજીને જોયા તેમનું મનુષ્યાકૃતિ વિપ્ર રૂપ જોઈ વિચાર આવ્યો કે પણ બ્રાહ્મણ છે, અને હું પણ બ્રાહ્મણ છું તે પંડિત છે પણ તેથી મારે શું? મને ગણેશના દર્શનમાં વિલંબ થાય તે ઠીક નથી. એટ્લે ત્યાંથી તે પાછા વાળી ગયા, અને ઘરમાં આવીને ગણપતિની પુજા નો સમાન લઈ ચાલવા લાગ્યા.

પણ દ્વારના ઉંબરા પાસે આવ્યા, ત્યાં તેમને ઠોકર વાગતા જમીન પર પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. તે સમયે ગણપતીજી તેમણે સ્વ્પનામાં આવ્યા અને કહેવા લાગ્યા, તું આચાર્યજીના દર્શન કર્યા વગર મારી પાસે કેમ આવતો હતો, તેથી હું તારું મુખ નહીં જોંઉ. તે આચાર્યજીનો અપરાધ કર્યો છે. શ્રી આચાર્યજી તો પૂર્ણ પુરુષોત્તમ છે. તેમની પાસે તમારા અપરાધની માફી માંગી મારી પાસે આવજે, તો હું તારો સ્વીકાર કરીશ.

થોડીવાર બાદ તેમને સુધબુધ આવી. ગણપતિની આજ્ઞા અનુસાર શ્રી વલ્લભ મહાપ્રભુજી પાસે આવી દંડવત પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા, "મહારાજ મને ક્ષમા કરો. મહારાજ મને શરણમાં લો."
શ્રી મહાપ્રભુજી કહેવા લાગ્યા કે કેમ અમે પણ બ્રાહ્મણ છીએ અને તમે પણ બ્રાહ્મણ છો તો પછી અમારા શરણમાં આવવાની શી જરૂર છે?

હરિવંશ પાઠક કહેવા લાગ્યા કે અમે આપના સ્વરૂપ ને કેવી રીતે જાણી શકીયે. અમે તો ગણેશના ઉપાસક છીએ. પણ ગણેશજી પણ આપના આપરાધ થી ડરે છે, તેથી મને આપનો સેવક બનાવો.
આચાર્યજી
તેમની દીનતાથી અતિ પ્રસન્ન થયા તેમના આખા કુટુંબ ને નામ નિવેદન કરાવી ભગવદ સંબંધી બનાવ્યું.

હરિવંશ પાઠક શ્રી આચાર્યજી વડે પુષ્ટ કરાવેલ સ્વરૂપની અત્યંત પ્રીતિથી સેવા કરતા. શ્રી ઠાકોરજીના જાતજાતના મનોરથો કરતા.

હાકિમ પાસેથી લાખો રૂપિયા લેવાને બદલે, પટણાથી માત્ર ત્રણ દિવસમા કાશી આવવા માટે ઘોડાની ખેપ મોકલવાની વિજ્ઞપ્તિ કરી. હાકિમે પૂછ્યું, ત્યારે ડોલ ઉત્સવના દિવસોમાં મારા ઠાકોરજીને ડોલ ઝુલાવવા ગયો હતો એમ કહ્યું નહીં, પણ જણાવ્યુ કે અમે તો ગૃહસ્થ છીએ ઘરના અનેક કામ હોય. એમ કહી ધર્મ ગોપ્ય રાખ્યો .

શ્રી મહાપ્રભુજીના આવા કૃપા પાત્ર સેવકને આપણાં પણ દંડવત પ્રણામ.

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli