ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ગોવિંદદાસ ભલ્લા

 

ગોવિંદદાસ ભલ્લા શ્રી મહાપ્રભુજીના સેવક હતા.
તેઓ થાનેશ્વરમાં સિપાઈ હતા.

તેઓ મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે વિનંતી કરી, કે મહારાજ મારી પાસે ધન તો ઘણું છે તેનું હું શું કરું?
શ્રી
આચાર્યજીએ કહ્યું કે ભગવદ્સેવા કરો ત્યારે સેવામાં વિનિયોગ કરજો.
ગોવિંદદાસ
ભલ્લાએ કહ્યું કે અનુકૂળ નથી, કારણ કે પત્ની લૌકિક છે અને ભગવદ્સેવામાં પ્રતિકૂળ છે.
 
આચાર્યજીએ કહ્યું કે એવા સંજોગોમાં પત્નીનો ત્યાગ કરે તો વાંધો નથી.
ગોવિંદદાસે બધું ધન આચાર્યજીને ભેંટ ધરી, પત્ની અને લૌકિક સંસારનો ત્યાગ કરી, આચાર્યજીની શરણે આવ્યાં.
શ્રી
આચાર્યજીએ તે ધન ના ચાર ભાગ કરાવ્યા. એક ભાગ શ્રીજીબાવાને, બીજો ભાગ તેની પત્નીને, બે ભાગ પોતે રાખીને ભગવદ્સેવા કરો.
સાંભળીને ગોવિંદદાસ ભલ્લાએ ખૂબ આગ્રહ કરી એક ભાગ શ્રી આચાર્યજીને ભેટ ધર્યો. પછી તેઓ મહાવન આવી શ્રી મથુરાનાથજીની સેવા કરવા લાગ્યા.

એક દિવસ ગોવિંદદાસે શ્રી કેશવરાયજીની શૈયાની પાટી ભરાવી, અને પાટી ભરવાવાળાએ ખૂબ ભાવથી પાટી ભરી. એટ્લે ભાવથી ભરેલી પાટી અત્યંત સુંદર દેખાતી હતી. મથુરાના હાકેમે પણ ખાટલામાં પાટી ભરાવી, ત્યારે હાકેમના કોઈક ખવાસે કહ્યું કે, જેવી કેશવરાયજીની પાટી ભરાઇ છે, તેવી શૈયા આપની ભરાઈ નથી. તે સાંભળી હાકેમ કેશવરાયજીના મંદીરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની શૈયા હતી તેના પર જઈને બેસી ગયો. ગોવિંદાસે જોયું, એટ્લે તે ગુપ્તી લઈને આવ્યા, મારા મારી થઇ, અને હાકેમના માણસોએ ગોવિંદદાસજીને મારી નાખ્યા.

મથુરામાં વૈષ્ણવોએ સાંભળી એટ્લે ગોવિંદદાસજીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો.
એક
વૈષ્ણવે વાત શ્રી મહાપ્રભુજીને કહી, અને પૂછ્યું, મહારાજ, ગોવિંદદાસ જેવા વૈષ્ણવની આવી ગતિ કેમ થઈ ?
શ્રી મહાપ્રભુજી કહે કે નંદરાયજીનો પાડો હતો. જ્યારે શ્રી ઠાકુરજી તેના સાથે રમવા ગયા ત્યારે તેણે શ્રી ઠાકુરજી ને પૂછડી મારેલી તેનો અપરાધ લાગ્યો હતો.
શ્રી
મહાપ્રભુજી કહે છે કે હરિ, ગુરૂ ,વૈષ્ણવ નો અપરાધ ક્યારેય પણ કરવો.

પરંતુ ગોવિંદદાસ ભલ્લા પરમ ભગવદીય હતા તેમાં બેમત નથી.
આવા પરમ ભગવદીય વૈષ્ણવને વંદન
.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli