ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

દામોદરદાસ ની દાસી

 

દામોદરદાસ ની દાસી ખૂબ ભગવદીય હતી.
લીલામાં એનું નામ કૃષ્ણવેશની અને શ્રી યમુનાજીની સખી હતી.
સદા
કૃષ્ણના સ્વરૂપનો આવેશ તેને રહેતો હતો. દ્વાપર યુગમાં તે વિદુરજીની સ્ત્રી હતી અને શ્રી કૃષ્ણમાં અત્યંત સ્નેહ થયેલો હતો. હવે તે દામોદરદાસ સંભરવાળાના લગ્નમાં તેની સ્ત્રીની દાસી બનીને આવી છે.

એને પુષ્ટિ સંબંધ થયો અને સદૈવ માનસીમાં મગ્ન રહેતી. એક દિવસ સેવા કરતાં કરતાં દમોદરદાસના મનમાં આવ્યું કે નખાસ (પશુઓના બજારમાં)જઇ ઘોડા ખરીદીએ તે સમયે એક વૈષ્ણવ દામોદરદાસજીને મળવા આવ્યો. ત્યારે દાસીએ કહ્યું કે પશુઓના બજારમાં ગયા છે, સાંભળીને વૈષ્ણવ ચાલ્યો ગયો. પછી આ વાત કોઈએ દમોદરદાસને કહી ત્યારે દામોદરદાસે કહ્યું દાસીને પુછ્યું, ત્યારે દાસીએ કહ્યું કે તમારું મન તે સમયે ક્યાં હતું. જ્યાં મન હોય ત્યાં દેહને જાણવો ત્યારે દામોદરદાસજી ચૂપ થઈ ગયા.

(after Damodardas's death, his wife sent his Thakorji - Shri Dwarikadhishji, back to Shri Vallabh)

પછી જ્યારે નાવમાં બધી સામગ્રી મૂકી તે સામગ્રી સમાન દાસી પણ છે. એ નાવમાં શ્રી દ્રારકાનાથજી સાથે ગઈ, ત્યારે શ્રી આચાર્યજીને વૈષ્ણવોએ આવીને કહ્યું કે મહારાજ, વૈભવ સહિત શ્રી દ્વારિકાનાથ પધારે છે. તે સમયે શ્રી ગોપીનાથજી ઊભા હતા. શ્રી ગોપીનાથજી કહ્યું કે, લક્ષ્મીજી સાથે નારાયણ પધારી રહ્યા છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી ઠાકુરજી નો વૈભવ જોઈને તમારું મન પ્રસન્ન થયું છે?

શ્રી ગોપીનાથજી કહ્યું કે તમારો કહેવાઈ. જે ઠાકુરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેની નિર્મૂળ નાશ થશે. ત્યારે આચાર્યજી કહ્યું કે આપણો માર્ગ એવો છે. તે દ્રવ્યથી કંઈક શ્રી ગોપીનાથજી પ્રસન્ન થયા હતા, તેથી જ્યારે એક પુત્ર થયો પણ વંશ ચાલ્યો. પછી આચાર્યજી વૈષ્ણવોને આજ્ઞા કરી કે બધી સામગ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દો. તેથી બધી સામગ્રી શ્રી યમુનાજીમાં પધરાવી, તે વખતે દાસી પણ સામગ્રી રૂપ છે તેથી તે દાસીએ પણ જલસમાધિ લીધી, અને દેહ સહિત શ્રી યમુનાજી પાસે ચાલી ગઈ.

શ્રી દ્વારિકનાથજી શ્રી આચાર્યજીને ઘેર બિરાજયા.

દાસીની વાત અલૌકિક હતી. લોકોમાં વિરુધ્ધ જેવી લાગી તેથી શ્રી ગોકુળનાથજીએ એનો પ્રકાશ કર્યો*
સામગ્રી
રૂપ કહી પછી કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવે મોકલી તે આપે અંગીકાર કેમ કરી?
ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે દીકરો મલેચ્છ છે, આવીને ઝગડો કરશે, કારણ કે દ્રવ્યનું દુઃખનું છે . તેથી આચાર્યજીએ દામોદરદાસની સ્ત્રીએ મોકલ્યું છે તે સર્વ શ્રી મહારાણીજી ને અંગીકાર કરાવી, લૌકિક ઝગડો પણ મિટાવ્યો. **

પછી કોઈ વૈષ્ણવે દામોદરદાસ સંભરવાળની સ્ત્રીએ પણ દેહ છોડયો તે વાત આચાર્યજી ને કહી, ત્યારે શ્રી આચાર્યજી કહ્યું કે, "સ્ત્રી પુરુષ અને તેમની દાસી ભલા ટેકીલા વૈષ્ણવ હતા."

 

* This part of the story is not elaborated on, as it pertains to a family discord amongst the heirs of Shri GopiNathji and Shri Vitthalnathji.  As Shri GopiNathji had no male heirs left by the time these vartas were written, there was no chance for them to defend their father.  To assert that GopiNathji's line died out due to his desire for Shri Dwarikadhish's wealth is unfair on a soul as generous as Shri GopiNathji, who enriched the treasury of Shri Nathji several times.
 

** Under Sharia law, a muslim can claim full rights on the wealth of any non-muslim relative - regardless of what is written in the will.  As Damodardas's son had converted to Islam, Shri Vallabh knew he would make claims on all the wealth he left - including the wealth that was used for seva.  Even though Damodardas's wife was still alive and had willingly sent this wealth to Shri Vallbh, there was always the threat that the errant son would stake his claim on this money.  To avoid a legal battle, and to avoid the wealth falling in the hands of a muslim, Shri Vallabh drowned the wealth in Shri Yamunaji.

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli