થાનેશ્વર
સિંહનદના
વાસી
વાસુદેવદાસ
ખૂબ
જ
બળવાન
હતા.
તેઓ
ચૌદ
વર્ષના
હતા,
ત્યારે
તેમણે
અદભૂત
પરાક્રમ
કરી,
એકલે
હાથે
ભારે
વજનદાર
છકડા
વડે
હાકેમના
સિપાઈઓને
હરાવેલા,
માટે
તેમને
લોકો
વાસુદેવદાસ
છકડા
કહેતા.
તેમને
પોતાના
બળનું
ખૂબ
અભિમાન
હતું.
એક
દિવસ
શ્રી
આચાર્યજી
તેમના
સેવકો
સાથે
થાનેશ્વર
પધારેલા.
કૃષ્ણદાસ
મેઘન
સરસ્વતીમાં
સ્નાન
કરતાં
હતા
ત્યારે
વાસુદેવદાસ
પણ
ત્યાં
સ્નાન
કરવા
માટે
આવ્યા.
નદીના પ્રવાહિત જળમાં જેમ હાથી સ્નાન કરતો કરતો મસ્તીએ ચઢે તેમ, વાસુદેવદાસ પણ સરસ્વતીના જળથી સ્નાન કરતાં કરતા તોફાને ચઢ્યા અને આમતેમ પાણી ઉડાડીને જલવિહારનો આનંદ લેવા લાગ્યાં.
વાસુદેવદાસજીને આ રીતે પાણી ઉડાડતા જોઈ કૃષ્ણદાસ મેઘને કહ્યું કે કે અરે આ રીતે ન્હાય છે તે કરતા સીધી રીતે સ્નાન કર. કૃષ્ણદાસજી આ શબ્દો સાંભળીને વાસુદેવદાસજીને ઘણો જ મદ ચઢ્યો, અને ગુસ્સો પણ આવ્યો તેથી તેમણે કૃષ્ણદાસજીને મારવા માટે હાથ ઉપાડયો. પરંતુ,દુર્બળ દેખાતા કૃષ્ણદાસજીએ વાસુદેવદાસજીને અટકાવવા માટે વાસુદેવદાસજીનો હાથ પકડી લીધો.
વાસુદેવદાસજીએ પોતાના હાથ છોડાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કૃષ્ણદાસજી પાસેથી પોતાના હાથ છોડાવી ન શક્યા, તેમને પરમ આશ્ચર્ય થયું. પોતાની હાર માનીને તેમણે કૃષ્ણદાસજીનો પરિચય માંગ્યો, ત્યારે કૃષ્ણદાસજીએ પોતાનો નહીં પરંતુ શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ જણાવ્યો.
વાસુદેવદાસ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને તેમની પાસેથી બ્રહ્મ સંબંધની દિક્ષા લીધી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે “ તેરો નામ વાસુદેવદાસ “છકડા”. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, યશ છ હો ધર્મ, શ્રી ઠાકુરજી મેં રહેતે હેં, સો તેરે મેં રહેંગે. તાતે નામ છકડા."
વલ્લભીય
એવા
કૃષ્ણદાસજીના
પ્રતાપે
વસુદેવદાસજી
શ્રી
મહાપ્રભુજીના
અનન્ય
સેવક
બન્યા.
“તુજ
સંગ
કોઈ
વૈષ્ણવ
થાય
તો
તું
વૈષ્ણવ
સાચો
તારા
સંગનો
રંગ
ન
લાગે
ત્યાં
સુધી
તું
કાચો”
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli