ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

બેટી તુલસા

 

પદ્મનાભદાસની બેટી તુલસા સાત્વિક ભક્ત હતી.
શ્રી
ઠાકોરજીની પરમ પ્રીતિથી સેવા કરતી અને વૈષ્ણવોની સંશુધ્ધ ભાવથી ટહેલ કરતી.

એકવાર તુલાસાને ઘેર આચાર્યજીનો એક સેવક આવ્યો. તેણે શ્રી મથુરાનાથજીના રાજભોગ આરતીના દર્શન કર્યા. તુલસાએ એને ખૂબ ભાવથી મહાપ્રસાદ લેવા વિજ્ઞપ્તિ કરી પણ તે તે વૈષ્ણવે મહાપ્રસાદ લેવાની ના પાડી અને કહ્યું કે મહાપ્રસાદ તો હું મારા ઘરે જઈને લઇશ.

તુલાસનું મન કચવાઈ ગયું કે મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા તુલસાએ પોતાના મનને એવા વિચારથી દુઃખ રહિત બનાવ્યું કે જ્ઞાતિબાધને લીધે કદાચ તેમણે મહાપ્રસાદ લેવાની ના પાડી હશે. કંઇ વાંધો નહીં આવતીકાલે સવારે તેમને અનસખડીનો પ્રસાદ આરોગાવીશ. બીજે દિવસે સવારે તુલસાએ વૈષ્ણવ દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજીને રાજભોગ સરાવી, અનોસર કરાવી તે વૈષ્ણવને પાતાળ ધરી તેમાં મેંદાની પૂરી, ખાંડ , દહીંથરા, અને અથાણું ધર્યું જેથી જ્ઞાતિબાધને લીધે તેણે લેવામાં કોઈ વાંધો આવે. પરંતુ, તે વૈષ્ણવે ભગવદ પ્રેરણાથી તેણે સખડી લેવાનો આગ્રહ રાખ્યો. સાંભળીને તુલસા ખૂબ આનંદિત થઈ ગઈ તેણે સખડી અને અનસખડી બંને ધર્યા, અને શ્રી આચાર્યજીના સેવકે પોતાને ત્યાં પ્રસાદ લીધો તેનાથી તુલાસાને ખૂબ પ્રસન્નતા થઈ .

એકવાર શ્રી ગુંસાઈજી પણ તુલસાના ઘેર પધાર્યા હતા ત્યારે તેઓ મહાપ્રસાદ લઈ પોઢયા હતા ત્યારે તુલાસાએ ભગવદ વાર્તા કહી. શ્રી ગુંસાઈજીને પ્રસન્ન કર્યા હતા, ત્યારે શ્રી ગુંસાઈજીના મુખેથી શબ્દો સારી પડ્યા હતા કે, "પદ્મનાભદાસની સંતતિ આવી હોવી જોઈએ."

શ્રી ગુંસાઈજીએ તુલસાને પૂછ્યું કે શું શ્રી ઠાકોરજી તને સાનુભાવ જણાવે છે ? તુલસાએ સદૈન્ય જવાબ આપ્યો મહારાજ હવે તો અમે પેટ ભરીને ખાઈએ છીએ, અને નીંદરભરીને સૂઈએ છીએ, પણ આચાર્યજીના ગ્રંથનો પાઠ નિત્યા કરીએ છીએ.
શ્રી ગુંસાઈજી એના દ્વિવિધ ભાવવાળા વિધાનથી અત્યંત પ્રસન્ન થઈ ગયા, અને તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું.

આવી પરમ ભગવદીય તુલાસાને આપણાં વંદન.

 

 

પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli