ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

ત્રિપુરદાસ કાયસ્થ

 

તેઓ મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા.
તેમનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં ખૂબ આસક્ત રહેતું હતું. શ્રી ગોવર્ધનધરના દર્શન કરવાની હમેંશા ઇચ્છા રહેતી.

તેમના પિતા આગરાના રાજા સાથે જઇ રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક ધિંગાણું ખેલાયું. તેમાં ત્રિપુરદાસના પિતાનું મૃત્યુ થયું.
ત્રિપુરદાસે
પોતાના પિતાનું ક્રિયાકર્મ માનસી ગંગામાં કર્યું. શુધ્ધ થયા બાદ તેઓ નિત્ય સમાના દર્શન કરવા આવતા. આચાર્યશ્રી સાથે તેમનો મેળાપ થયો, અને તેમના ઉત્કૃષ્ઠ ભાવથી આચાર્યશ્રીએ તેમણે નામ નિવેદન કરાવ્યુ.

શ્રીનાથજીનું ચરણામૃત મહાપ્રસાદ આપ્યા, ત્યારે તેમને શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થવા લાગ્યા હતા. તેઓ કદાપિ શ્રીનાથજી બાવાને પીઠ ધરતા નહીં, અને શ્રીનાથજીના ચરણામૃત વગર જળપાન પણ કરતાં.

ત્રિપુરદાસ એક તુરકની નોકરી કરતાં હતા. તે સમયે તુરકે ત્રિપુરદાસ પાસે હિસાબ માંગ્યો. તેમાં થોડા પૈસા લેણા નીકળ્યા. ત્યારે તુરક ખૂબ ગુસ્સે થયો તેણે ત્રિપુરદાસનું ઘર લૂંટી લીધું અને તેમને કેદમાં પૂરી દીધા. એક સાચા વૈષ્ણવની દુર્દશા પ્રભુથી સહન થઈ. તેમણે તુરકને સજા આપવા પોતાના દૂતો મોકલ્યા. કૃષ્ણ દૂતો મધ્યરાત્રિએ તુરક પાસે આવ્યા અને તેને ખાટ પરથી ઊંધો પછાડ્યો અને તેને મગદળથી મારવા લાગ્યા. તુરકે કૃષ્ણદૂતોને પોતાનો અપરાધ પૂછ્યો. ત્યારે તેમણે કહ્યું કે ભગવાનના પરમ સેવક એવા ત્રિપુરદાસની કનડગત આપી એટ્લે આવી શિક્ષા કરી રહ્યા છે, તેવું જણાવ્યું.

સાંભળી કૃષ્ણ દૂતોથી ડરી ગયેલા તુરકે કહ્યું કે તેઓ ત્રિપુરદાસને છોડી દેશે, અને આજ પછી પોતે કોઈ કૃષ્ણ ભક્તનો અપરાધ નહીં કરે તેવી બાંયેધરી આપી.

ત્રિપુરદાસના પ્રસંગમાં આપણે શ્રી ઠાકુરજીની ભક્તવત્સલતા નિહાળી. પ્રભુ કહે છે કે જીવ મારો અપરાધ કરે તે હું સહન કરી લઉં છું પણ મારા ભક્તનો કોઈ અપરાધ કરે તે હું કદી પણ સહન કરી શકતો નથી.

આચાર્યશ્રીના અને શ્રી ઠાકુરજીના આવા ઉત્તમ સેવકને આપણે વંદન કરીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli