4)
બેટી
રૂક્ષ્મણી
આચાર્યશ્રી
મહાપ્રભુજી
સેવક
શેઠ
પુરુષોત્તમદાસની
બેટી
રૂક્ષ્મણી,
અત્યંત
સેવાપરાયણ
અને
ભગવદીય
હતી.
તે
ભગવ્તસેવા
માટે
અત્યંત
આતુર
રહેતી.
સેવા
અને
સ્મરણના
કાર્યોમાં
તલ્લીન
રહેતી
અને
તેમાં
જ
જીવનનો
સઘળો
આનંદ
અનુભવતી.
એકવાર શ્રી ગુંસાઈજી કાશી પધાર્યા હતા, તે સમયે સૂર્ય ગ્રહણ થયું હતું. શ્રી ગુંસાઈજી મણિકર્ણિકા ઘાટે સ્નાન કરવા પધાર્યા છે તે સાંભળી તે ત્યાં આવી પહોંચી.
શ્રી ગુંસાઈજીની સામે અનેક વૈષ્ણવો બેઠા હતા ત્યાં પાછળ બેસી ગઈ. કોઈ વૈષ્ણવે શ્રી ગુંસાઈજીને જણાવ્યું કે અહીં રૂક્ષ્મણી પણ ગંગાસ્નાન માટે આવી છે. શ્રી ગુંસાઈજીએ તરત રૂક્ષ્મણીને આગળ બોલાવી. શ્રી ગુંસાઈજીએ તેની સાથે વાર્તાલાપ કર્યો પછી પૂછ્યું તું કેટલા દિવસે ગંગાસ્નાન કરવા માટે આવી છે ? રૂક્ષ્મણીએ જવાબ આપ્યો મહારાજ ! ચોવીસ વર્ષ પછી હું ગંગાસ્નાને આવી છું આ વાત સાંભળી શ્રી ગુંસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું કેવી સેવાપરાયણતા છે! અને ગંગાસ્નાન માટે તો ખાસ આવી ન હતી. ખાસ તો શ્રી ગુંસાઈજી પધાર્યા એટ્લે આવી.
ગંગાજી આવવાનું એના માટે અન્ય કોઈ પ્રયોજન નથી. શ્રી ઠાકોરજીની વિવિધ ભાવો થી સેવા કરે જાતજાતના મનોરઠો કરવામાં મગ્ન રહે એ જ એનું કાર્તિકી સ્નાન બની રહે. વર્ષો બાદ રૂક્ષ્મણી અશક્ત થઈ અને ભગવદ ઇચ્છાથી તેનો દેહ ગંગાજીના સાનિધ્યમાં છૂટ્યો, તે વખતે કોઈ વાઈશનવે શ્રી ગુંસાઈજીને કહ્યું કે રૂક્ષ્મણીએ આખરે ગંગાજીને પ્રાપ્ત કર્યા ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે, "ના, ના, એમ ન કહો. તમારે તો એમ કહેવું જોઈએ કે ગંગાજી રૂક્ષ્મણી પ્રાપ્ત કર્યા."
ભગવાદીય તો ગંગાજી જેવા તીર્થોને પવિત્ર કરે છે નંદદાસજી એ રાસપંચાધ્યાયીમાં ગાયું છે કે "ગંગાદિકાન પવિત્ર કરન અવનિ પર ઠોલે."
શ્રીમદ્
ભાગવતમ
કહે
છે
કે
ભક્તોના
હૃદયમાં
ભગવાન
બિરાજતા
હોવાથી
ભક્તો
તીર્થોને
પવિત્ર
અને
પાવન
કરે
છે.
રૂક્ષ્મણીની
સેવાથી
અને
નિષ્ઠાથી
શ્રી
ગુંસાઈજી
અત્યંત
પ્રસન્નતા
અનુભવતા .આવી
રૂક્ષ્મણી
ને
આપણાં
વંદન .
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli