આચાર્યશ્રી મહાપ્રભુજીના સેવક રામદાસ
સારસ્વત બ્રાહ્મણ હતા,
એમને ગંગાસાગરમાંથી એક ભગવતસ્વરૂપ પ્રાપ્ત થયું
હતું. આચાર્યશ્રી મહાપ્રભુજી જગન્નાથજીમાં પધાર્યા હતા ત્યારે રામદાસ તેમને મળવા
ગયા હતા. પોતાને નામ નિવેદન કરાવી શરણે લેવા વિનંતી કરી હતી. આચાર્યશ્રી
મહાપ્રભુજીએ તેમના શુધ્ધભાવથી પ્રસન્ન થઈ નામ- નિવેદન કરાવ્યું હતું. શ્રી
ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી શ્રી નવનીતપ્રિયાજી નામ આપ્યું. શ્રી ઠાકોરજી
તેમને વારંવાર સાનુભવ કરાવતા હતા. શ્રી ઠાકોરજીએ કૃપા કરી તેમના દ્રવ્યના આશ્રયને
અને અપરસના અહંકારને દૂર કર્યો હતો.
એકવાર રામદાસજી પ્રયાગથી શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા
અડેલ આવી પહોંચ્યા તે પાંચે વસ્ત્ર પહેરી હથિયાર બાંધી આચાર્યશ્રી પાસે પધાર્યા હતા
શ્રી મહાપ્રભુજીએ તેમને જોઈને કહ્યું હતું “ધન્ય છે." બાજુમાં બેસેલા વૈષ્ણવે શ્રી
મહાપ્રભુજીને પૂછ્યું મહારાજ તેમને ધન્ય કેમ કહો છો? એની અપરસ તો છૂટી ગઈ છે
તે તો સિપાઈઓની સાથે રહે છે અને હથિયાર બાંધે છે. આચાર્યશ્રી કહેવા લાગ્યા કે ધન્ય
એટલા માટે કે તે શ્રી ઠાકોરજીને શ્રમ કરાવતો નથી , એણે વિવેક અને ધૈર્યને
ખૂબ સાચવ્યાં છે. બધું દ્રવ્ય જતું રહ્યું , માથે દેવું થયું, છતાં
ધીરજ રાખી,
મન શ્રીઠાકોરજીમાં રાખ્યું હૃદયમાં ચિંતા રૂપી
દૂઃખ થવા ન દીધું. શ્રી ઠાકોરજીએ એનું દેવું ચુકાવ્યું, તેથી
મનમાં પ્રસન્ન ન થયાં ચાકરીનું કામ બરાબર કર્યું.
શ્રી મહાપ્રભુજી ના દ્વાર પાસે એક ખાડો હતો તેઓ સ્નાન કરવા પધાર્યા ત્યારે બોલી ઉઠ્યો “ આ ખાડો હજી કોઈએ પૂર્યો નથી?" જ્યારે તેઓ સ્નાન કરીને પાછા પધાર્યા ત્યારે જુએ છે કે રામદાસજી અત્યંત કિંમતી વસ્ત્રો પહેરેલ હોવા છતાં ખાડો પુરવાના કામમાં મગ્ન થઈ ગયા હતા વસ્ત્રો બધા ધૂળવાળા બની ગયા હતા. ભગવતસેવા કરવામાં પોતાની પ્રતિષ્ઠાનો વિચાર જરા પણ મનમાં લાવ્યા ન હતા.
રામદાસજીને આપણે ખૂબ વંદન કરીએ .
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli