આચાર્યજી
મહાપ્રભુજીના
અનન્ય
સેવક
શ્રી
પુરુષોત્તમદાસ
આચાર્યજીના
કૃપાપાત્ર
હતા.
૫૬
કરોડ
રૂપિયાના
માલિક
હોવા
છતાં,
અંબરીશ
રાજાનિ
જેમ
નિરભિમાની
રહી
પ્રભુની
સેવા
અને
સ્મરણમાં
મગ્ન
રહેતા.
ઘણીવાર
રાજા
પણ
તેમની
પાસે
પૈસાની
મદદ
લેવા
આવતો.
એકવાર
શેઠજી
નાની
પોતડી
પહેરી
છાણ
એકઠું
કરતા
હતા.
ત્યારે
રાજા
મળવા
આવ્યો.
શેઠના
માણસોએ
તેમણે
સારા
વસ્ત્ર
પહેરી
ગાદી
તકીયા
પર
બેસવાનું
કહ્યું,
ત્યારે
તેમણે
ગાયોની
સેવા
ન
છોડી
હતી,
અને
પોતાનું
કામ
ચાલુ
રાખી
રાજા
સાથે
વાતચીત
કરી
હતી.
તેઓ
સહેજ
પણ
પ્રતિષ્ઠાના
ચાહક
ન
હતા.
શેઠ
પુરુષોત્તમજીના
એક
મામા
હતા,
જે
તેમણે
નિત્યા
ગયાજીની
તીર્થ
યાત્રા
કરવા
આગ્રહ
કરતાં.
એકવાર
તેમના
ખૂબ
આગ્રહથી
એ
તેમની
સાથે
ગયાજી
જવા
નીકળ્યા,
બંને
અલગ
અલગ
ગાડી
કરીને
જય
રહ્યા
હતા
પોતાના
ઘરથી
પાંચ-છ
કોસ
દૂર
ગયા
હશે
ત્યારે
એક
રીંગણનું
ખેતર
આવ્યું.
ગાડી
થોભાવી
ખેતરવાળાએ
સુંદર
રીંગણાં
વીણીને
એક
મોટો
ટોકરો
ભરીને
તેમની
સામે
ધર્યો.
શેઠજીએ
વિચાર્યું
“શ્રી
મદન
મોહનજીના
શયન
ભોગમાં
આનું
શાક
કર્યું
હોય
તો
કેવું
રહે?"
એક
રૂપિયો
આપીને
બધા
રીંગણાં
ગાડીમાં
ભરાવી,
ગાડી
પોતાના
ઘર
તરફ
પાછી
વળાવી
આ તરફ શેઠ પુરુષોત્તમદાસની બેટી રુક્ષ્મણી સેવા કરી રહી હતી. શ્રી મદન મોહનજી તેને કહેવા લાગ્યા, "બેટી તું જલ્દીથી ઊઠીને સ્નાન કરીને પૂરી કર. શેઠજી શાક લઈને આવે છે." શ્રી ઠાકોરજીએ કહ્યું, "શેઠ ગયા ફરી આવ્યા તેમની ગયા પૂરી થઈ ગઈ."
ભગવદાજ્ઞા માથે ચઢાવી તે પૂરી કરવા લાગી. ત્યાં શેઠજી આવી પહોંચ્યા. તે પૂછવા લાગ્યા કે શ્રી ઠાકોરજીના ભોગની શું સ્થિતિ છે ? રુક્ષ્મણી કહે કે પૂરીઓ તૈયાર છે પણ ઘરમાં શાક નથી. શેઠજી કહે શાક લાવ્યો છુ. શેઠજી અને ગોપાલદાસે રીંગણાં સુધારી લીધા પછી બેટીએ રીંગણનું શાક બનાવ્યું. પછી ભોગ સરાવી સેન આરતી કરી ઠાકોરજીને પોઢાડી અનોસર કરવી વૈષ્ણવો સાથે મહાપ્રસાદ લીધો.
એકવાર સેનભોગ આરોગયો હોવા છતાં સુંદર રીંગણાંનું શાક આરોગાવવાની ભાવનાને લીધે શ્રી ઠાકોરજી બીજી વખત સેન ભોગ આરોગ્યાં. આવી વિરલ ઘટના ભાગ્યે જ બને છે પોતાના સેવ્યા સ્વરૂપને રીંગણાંનું શાક આરોગાવવા જેમણે ગયાજીની યાત્રા પણ છોડી દીધી એવા સેવા પરાયણ હતા.
શેઠ
શ્રી
પુરુષોત્તમદાસજી
આવા
અનન્ય
સેવકને
આપણાં
દંડવત
પ્રણામ
પહુંચે.
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli