ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

જીવનદાસ ક્ષત્રી

 

 

શ્રી મહાપ્રભુજીના આ કૃપાપાત્ર સેવક તે સિંહનદમાં નિવાસ કરતાં હતા.

એક વખત જીવનદાસ સિંહનદના બધા જ વૈષ્ણવો આચાર્યજીના દર્શન કરવા અડેલ આવી રહ્યા હતા, ત્યારે માર્ગના મુકામ પર તેઓ રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે મુશળધાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ થઈ ગયું, પવન જોર જોરથી વવા લાગ્યો અને વાદળો ઘેરાઈ આવ્યાં તે જોઈ બધા વૈષ્ણવો કહેવા લાગ્યા કે જો વરસાદ આવશે તો રસોઈ કેવી રીતે બનાવીશું? હમણાં વરસાદ ન આવે તો સારું. ત્યારે જીવનદાસે કહ્યું કે આપ સૌ ચિંતા ન કરો હું હમણાં જ તેનો ઉપાય કરું છું. તેમ કહી વાદળો તરફ જોઈ કહેવા લાગ્યા કે હમણાં ન વરસસો આપને શ્રી મહાપ્રભુજીની આણ. ત્યારે વાદળો થોભી ગયા.

ત્યારબાદ સર્વે વૈષ્ણવોએ રસોઈ સિધ્ધ કરી શ્રી ઠાકુરજીને ભોગ ધરાવ્યો. પછી બધાએ સાથે મહાપ્રસાદ લીધો અને બધા વૈષ્ણવો પોતપોતાના સ્થાને જઈ સુવાની વ્યવસ્થા કરવા લાગ્યા. ત્યારે જીવનદાસજીએ વાદળોને કહ્યું કે હવે હું શ્રી વલ્લભપ્રભુની આણ પાછી લઉં છું. આપને વરસવું હોય તેટલું વરસો. આટલું તેઓ બોલી રહ્યા, ત્યાં જ ધોધમાર સાંબેલાધારે વરસાદ આવવા લાગ્યો. ત્યારે ત્યાં રહેલા સર્વે વૈષ્ણવો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયાં. જીવનદાસજીની સાથે રહેલા બધાં જ વૈષ્ણવો આ આખો પ્રસંગ આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યા.

પાછળથી તેમણે આ સમગ્ર ઘટનાનો ચિતાર શ્રી મહાપ્રભુજી સમક્ષ કહ્યો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહે કે મારી આણ આપવા છતાં વરસાદ વરસ્યો જ હોત તો? ત્યારે જીવનદાસજીએ જવાબ આપ્યો કે પ્રભુની એવી તે મેઘની શી તાકાત કે આપની આણ આપ્યા પછી વરસી શકે? અને જો વરસ્યો હોત તો આપના પ્રભાવથી વાદળ, વરુણ અને પવન તેમના રાજા ઇન્દ્ર સહિત પૃથ્વી પર જ પટકાઈ જાત.

આચાર્યશ્રીની કૃપાથી જીવનદાસને અપાર અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું હતું. પરંતુ અકારણ તેમનું પ્રદર્શન તેઓ ક્યારેય કરતાં ન હતાં.

વૈષ્ણવો આવા દિનભાવવાળા જીવનદાસજીને આપણે વંદન કરી.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli