ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

પદ્મા રાવલ સાંચોરા

 

પદ્મા રાવલ સાંચોરા ઉજજૈનના બ્રાહ્મણ હતા.
તેમને
શ્રી રણછોડરાયજીના દર્શન પર અત્યંત પ્રીતિ હતી.

તેમના યજમાન માવજી પટેલ પાસેથી ખર્ચો લઈ દ્રરિકા જઇ રણછોડદાસજીના દર્શન કરતા. ખર્ચાનું દ્રવ્ય ખૂટે એટ્લે વળી પાછા માવજી પટેલ પાસે ઉજજૈન આવતા અને દ્રવ્ય લઈને દ્રરિકા જઈને રહેતા. આવી રીતે તેઓ એકવાર માર્ગમાં આવતા વાંસવાડાના વિશ્રામસ્થળ પર આવી પહોંચ્યા. ત્યાં તેમનો સંસર્ગ ગોપાલદાસ સાથે થયો. પદ્મા રાવલ સાથે મળતા ગોપાલદાસજીને લાગ્યું કે દૈવી જીવ છે, મારે તેમને શ્રી મહાપ્રભુજીના મહાત્મયનો સાક્ષાત્કાર કરાવવો જોઈએ.

ગોપાલદાસે પદ્મા રાવલને કહ્યું કે તમે શ્રી રણછોડરાયજીમાં આટલો પ્રેમ રાખો છો, પણ તમારી સાથે શું ક્યારેય વાતચીત કરે છે?
ત્યારે
પદ્મા રાવલ કહેવા લાગ્યા કે ના ના એવા દર્શન તો કોઈને નથી આપતા, શું કોઈને એવી રીતે અનુભવાય ખરા?

ગોપાલદાસે કહ્યું કે હા હાલમાં શક્ય છે. પ્રયાગ પાસે અડેલમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે, તેઓ શ્રી રણછોડરાયજીનું સાક્ષાત સ્વરૂપ છે. આપ તેમની પાસે જાઓ, તો તેઓ આપણે ચોક્કસ શ્રી રણછોડરાયરૂપે દર્શન આપશે.

સાંભળીને પદ્મા રાવલ તરત ઉજજૈન આવ્યા અને માવજી પટેલને મળ્યા અને પોતે જાણેલી બધી વાતની રજૂઆત કરી. માવજી પટેલ તેમની પત્ની વિરજો અને પદ્મા રાવલ સાથે અડેલ જવા નીકળ્યા. ત્યારે માર્ગમાં પ્રયાગ આવ્યું, ત્યારે તેઓ ગંગાજીના કિનારે ઊભા હતા. ત્યારે સામે પાર અડેલના તેમને દર્શન થયા.

તે સમયે મધ્યાહન સમયે શ્રી મહાપ્રભુજી સંધ્યા માટે આવેલા. તેમને દૂરથી જોઈને પદ્મારાવલ, માવજી પટેલ અને તેમની સ્ત્રી વિરજોને મહાપ્રભુજીના દર્શનની ઘણી આર્તિ થઈ. તે સર્વે દૈવી જીવોની આર્તિ જોઈને શ્રી મહાપ્રભુજીએ એક વૈષ્ણવને કહ્યું, કે આપ નાવ લઈ સામે પાર જાઓ અને ત્યાંથી બધા જીવોને લઈ આવો. શ્રી મહાપ્રભુજીએ મોકલેલી નાવમાં બેસી સર્વે અડેલ આવ્યા જ્યારે નાવ કિનારે પહોંચી ત્યારે પદ્મા રાવલ, માવજી પટેલ અને તેમની સ્ત્રી વિરજોને શ્રી મહાપ્રભુજીએ શ્રી રણછોડરાયજીના રૂપે દર્શન આપ્યા.

શ્રી મહાપ્રભુજીના આવા અનન્ય સેવકોને આપણે દંડવત કરીએ. 

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli