ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

રામાનંદ પંડિત

 

શ્રી મહાપ્રભુજીના એક સેવક રામાનંદ પંડિત હતાં .

શ્રી વલ્લભના વૈષ્ણવોનો તેમણે અપરાધ કરેલો હોય શ્રી વલ્લભ તેમનાથી નારાજ થઇ ગયા, અને તેમણે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો. શ્રી મહાપ્રભુજીના ત્યાગ બાદ રામાનંદ પંડિતને ઘણી વ્યાકુળતા થઇ, અને ધીરે ધીરે કરીને તેમની બધી જ મર્યાદા છૂટી ગઇ. પરંતુ એક મર્યાદા રહી કે તેઓ જ્યારે કંઇ પણ ખાનપાન કરતા, ત્યારે તેઓ હમેંશા એમ કહે કે હે ગોવર્ધનનાથજી શ્રી વલ્લભની કાનિથી આરોગજો.

એક દિવસ બજારમાંથી જતા તેમણે તાજી જલેબીને જોઇ. તેમણે જલેબી ખરીદી અને તરત જ શ્રીગોવર્ધનનાથજીને જલેબી આરોગાવી. તે સમયે શ્રીવલ્લભે શ્રીગોવર્ધનનાથજીને જલેબીની ટુંક આરોગતા જોયા. તેમણે શ્રીજીબાવાને જલેબીનું રહસ્ય પુછયું, અને શ્રીજીબાવાએ જણાવ્યું, કે આપના સેવક રામાનંદ પંડિતે જલેબી આરોગાવી છે.
શ્રી મહાપ્રભુજી કહે કે મે તોં તેમનો ત્યાગ કર્યો છે.
શ્રીજીબાવા કહે કે જ્યારે આપે તેમને સેવક કર્યા, ત્યારે આપે તેઓને મને સોંપી દીધાં હતાં. તેથી હું તેમનો ત્યાગ કેવી રીતે કરૂં? અને હું પણ જાણું છું કે આપે તેમનો ત્યાગ નથી કર્યો, કારણકે આપ જીવને જાણો છો, અને જીવનો સ્વભાવ છે કે તે અપરાધ કરે છેં. પણ તેમણે મને આપની કાની આપી છે. તેઓ જાણે છે કે મારા હ્લદયમાં આપ જ બિરાજો છો. આથી આ જલેબી તેમણે આપને ધરાવી છે, તેમ કહી શકાય.

આ પ્રસંગ બન્યો કારણકે આપ (શ્રી વલ્લભ) જો ત્યાં જ રહ્યા હોત તો તેમણે (રામાનંદ પંડિતે) આપને વિનંતી કરી, ફરી પ્રસન્ન કર્યા હોત.પણ જો એમ થયું હોત તો માર્ગનો આ સિધ્ધાંત કેવી રીતે પ્રગટ થા? વળી શ્રી મહાપ્રભુજીએ રામાનંદ પંડિતના લૌકિક દેહનો ત્યાગ કર્યો છે, પણ અલૌકિક દેહ તો શ્રી ઠાકુરજીના શરણમાં જ છે. તેથી બધી જ મર્યાદા છૂટી ગઇ, પણ એક મર્યાદા રહી ગઇ. જેને કારણે શ્રીજી જલેબી આરોગ્યાં.

શ્રીજીબાવા કહે છે કે, હે વલ્લભ મને ખબર છે કે એકવાર આપ જેમને બ્રહ્મસબંધ આપો છો તે જીવનો આપ ત્યાગ કરતા નથી.

આ પ્રસંગ બન્યા પછી રામાનંદજી પણ સુધરી ગયા અને માર્ગની રીત પ્રમાણે રહેવા લાગ્યાં. વૈષ્ણવોને માર્ગની રીત વિષે સાવધ કરનાર શ્રી રામાનંદજીને વંદન કરી આપણે શ્રી મહાપ્રભુજીને પણ વિનંતી કરીએ, કે એઓ ક્યારેય માર્ગની રીત અને પ્રીતમાંથી આપણાં વૈષ્ણવોના મનને ભટકાવે નહીં.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli