ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

પ્રભુદાસ જલોટા

પ્રભુદાસ જલોટાને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપાથી વ્રજના તમામ વૃક્ષોમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન થતાં.

એકવાર શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનધરના મંદિરમાં શ્રી ઠાકુરજીનો શૃંગાર કરી રહ્યા હતા. તે દિવસ દાન એકાદશી હતી. શ્રી ઠાકુરજીને ભોગમાં દહીં ધરાવવાની ઈચ્છા શ્રી વલ્લભને થઈ. તેમણે પ્રભુદાસને ક્યાંયથી દહીં લઈ આવવા બહાર મોકલ્યા.

માર્ગમાં એક ભરવાડણ મળી.
પ્રભુદાસે
તેને પૂછ્યું કે તારી પાસે દહીં છે?
ભરવાડણે જવાબ આપ્યો કે આજે તો મારી પાસે ખૂબ મીઠું દહીં છે.
પ્રભુદાસે તેની પાસેથી દહીં માગ્યું.
તેણે પ્રભુદાસજીને પુછ્યું, હું તમને દહીં આપું તો આપ મને શું આપશો?
પ્રભુદાસજી
કહ્યું કે તું જે માગે આપીશ?
ભરવાડણે કહ્યું કે તું કોઈ ભગવદભક્ત લાગે છે, શું તું મને મુક્તિ આપીશ?
પ્રભુદાસે કહ્યું તને એક ટકો અને મુક્તિ બંને આપું છું.
ભરવાડણે કહ્યું હું તે કેવી રીતે માનું ?
પ્રભુદાસે
એક કાગળ પર લખીને આપ્યું, તને દહીંના બદલામાં મુક્તિ આપી.
પછી તેને કાગળ અને ટકો આપીને પાછા ફર્યા.

ભરવાડણે પણ તે કાગળ પોતાના વસ્ત્રના છેડે બાંધી દીધો અને ઘરે આવી તેણે પોતાની બાજુમાં રહેતી સહેલીને વાત કરી, કે આજે તો હું દહીંના બદલામાં ટકો અને મુક્તિ બંને લાવી છું!
સહેલી
તેની હસીને કહે, કે લે, એમ વાત છે, તો એમ કર, બંનેમાંથી જે તને ગમે તે મને આપ. આથી મારી પાસે પણ એક વસ્તુ રહેશે, અને તારી પાસે પણ.
સાંભળીને ભરવાડણે હસી અને પોતાની સહેલીને કહ્,યું કે ભગવદભક્તે જે મને આપ્યું છે, તેમાંથી તને હું ટકો આપું છું, અને હું મુક્તિ રાખું છું.

થોડા સમય બાદ ભરવાડણનો દેહ છૂટી ગયો. તેને લેવા માટે યમદૂતો આવ્યા. ત્યાં વિષ્ણુદૂતો પણ આવ્યા. અને તેમણે ભરવાડણનો જીવ લેવા આવેલા યમદૂતોને પાછા મોકલ્યા, અને કહ્યું કે આને આમે વૈકુંઠમાં લઈ જઈશું, કારણ કે જીવની સર્વથા મુક્તિ થઈ ગઈ છે. યમદૂતો કહે કે એમ કર્મોનો હિસાબ કર્યા વગર મુક્તિ કેવી રીતે મળી શકે? ત્યારે વિષ્ણુદૂતો કહે કે શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસે આને દહીંના બદલામાં મુક્તિ આપી છે. સાંભળીને યમદૂતો ત્યાંથી નતમસ્તકે ચાલ્યા ગયા.

શ્રી ગોવર્ધનધરના મંદિરેથી પાછા ફર્યા બાદ શ્રી મહાપ્રભુજી પ્રભુદાસજીને પૂછ્યું આટલા સરસ દહીંના તે શા દામ ચુકવ્યા? પ્રભુદાસજીએ કહ્યું કે મહારાજ આજનું દહીં બહુ મોંઘું આવ્યું, દહીંના બદલામાં મુક્તિ આપી છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પુછ્યું કે ભક્તિ કેમ આપી? પ્રભુદાસજી કહે મહારાજ તેણે મુક્તિ માંગી હતી તેથી મુક્તિ આપી, જો ભક્તિ માંગી હોત તો ભક્તિ પણ ચોક્કસ આપત, પણ જેની તેણે ઇચ્છા કરી, તે તેને આપ્યું.

આવા પરમ ભગવદીયને આપણે દંડવત કરીએ..

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli