ચોર્યાસી
વૈષ્ણવોની
વાર્તાના
પ્રસંગો
કૃષ્ણદાસ અધિકારી - વાર્તા ૧
શ્રીમહાપ્રભુજીના અંતરંગ સેવક કૃષ્ણદાસ અધિકારી. તેઓ દિવસની
લીલામાં ઋષભ સખા અને રાત્રિ લીલામાં શ્રીલલિતાજી સખી છે.
કૃષ્ણદાસજી ગુજરાતનાં ચિલોતરા ગામમાં એક કણબી ને ત્યાં
જન્મયા હતા. તે કણબી તે ગામનો મુખી હતો.
તે પાંચ વર્ષના થયા ત્યારથી જ ભગવદ્કથામાં ખુબ જ રસ ધરાવતા હતા.
તેમના પિતા મુખી હોવાની સાથે સાથે લોકોને લુંટતા પણ હતા. એક વાર
કૃષ્ણદાસના પિતાએ એક વણઝારાના રૂપિયા લૂંટયા. તે વખતે કૃષ્ણદાસને ખબર પડતાં તેમણે
સત્યનો સાથ આપીને પોતાના પિતાની વિરુધ્ધ થઇ ગામના રાજાને ફરિયાદ કરી. વણઝારાને
તેનું લુટાયેલું ધન પાછું અપાવ્યું. ગામના રાજા એ પણ કૃષ્ણદાસજીના પિતાને સજા કરી
તેની પાસેથી ગામનું મુખીપણું છીનવી લીધું આથી ગુસ્સે ભરાયેલા પિતાએ કૃષ્ણદાસજીને
પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા.
ત્યાર બાદ તેઓ વ્રજમાં આવ્યાં અને ત્યાં તેમને શ્રીમહાપ્રભુજી સાથે
મેળાપ થયો. શ્રીવલ્લભે
શ્રીગોવર્ધનનાથજીની સાન્નિધ્યમાં તેમને નામ સમર્પણ કરાવ્યું. તેઓ દૈવી જીવ હોવાને કારણે શ્રી
મહાપ્રભુજીની કૃપાથી તેમને તરત જ બધી લીલાનો અનુભવ થયો.
શ્રીગોવર્ધનનાથજીની સેવા માટે શ્રીવલ્લભે બંગાળીઓને નિમ્યા હતા. તે
લોકો શ્રીગોવર્ધનનાથજીને જે કાંઇ
ભેટ આવતી તે પોતાના ગુરુને ત્યાં વૃંદાવનમાં આપી દેતા, ઉપરાંત તે લોકો તેમની ચોટલીમાં બીજા
દેવદેવીઓનું સ્વરૂપ લાવતા હતા. દેવદેવીઓના સ્વરૂપ ને શ્રીગોવર્ધનનાથજીની સાથે
બેસાડીને ભોગ ધરતાં, જે શ્રીજી બાવા ને ગમતું ન હતું.
આ બાજુ શ્રીજીબાવા ને પણ પોતાનો વૈભવ વધારવો હતો પણ બંગાળીઓના
કારણે વધી શકે તેમ ન હતો. તેથી શ્રીજીબાવાએ અવધૂતદાસ નામના વ્રજવાસીને (જે
શ્રીવલ્લભના સેવક હતા.) જણાવ્યું કે તમે કૃષ્ણદાસ અધિકારીને કહો કે બંગાળીઓને
મંદિરની સેવામાંથી બહાર કાઢે. કૃષ્ણદાસજી મંદિરના અધિકારી હતા પરંતુ જ્યાં સુધી
ગુરૂ આજ્ઞા ન મળે ત્યાં સુધી તેઓ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નીચે કામ કરી રહેલા
બંગાળીઓ ને કામમાંથી કાઢી પણ ન શકે. આથી તેઓ આજ્ઞા લેવા શ્રીગુંસાઇજી પાસે અડેલ ગયા
અને બંગાળીઓની સર્વ હકિકત કહી.
કૃષ્ણદાસજીએ શ્રીગુંસાઇજીને વિનંતિ કરી ને કીધું કે
“ આપ આજ્ઞા કરો તો હું બંગાળીઓને જેમ
બને તેમ જલ્દી કાઢીશ” પણ
આપશ્રી મને રાજા ટોડરમલ અને બીરબલજીના નામના બે પત્રો લખી આપો. કૃષ્ણદાસજી તે પત્રો
લઇને તેઓ રાજા ટોડરમલની પાસે ગયા અને બંગાળીઓ વિરુધ્ધ ફરિયાદ કરી શ્રી ગુંસાઈજી
પ્રભુના હસ્તાક્ષ્રરયુક્ત પત્રો બતાવ્યાં. ત્યારબાદ કૃષ્ણદાસજી રાજા ટોડરમલ અને
અકબર બાદશાહના વિશ્વાસુ દરબારી એવા બિરબલની પરવાનગી લઇને રુદ્રકુંડ ઉપર આવીને
બંગાળીની ઝુંપડીમાં આગ
લગાડી. આગને જોઇને બંગાળી લોકો મંદિરની સેવા છોડીને તરત જ નીચે
આવી ગયા અને પોતાની ઝૂપડીઓમાં લાગેલી આગ ને બુઝાવવા લાગ્યાં. આથી કૃષ્ણદાસજી એ બંગાળીઓ પાસે જઈ
ને કહ્યું કે પહેલા આપ સૌ શ્રીજીની સેવામાં પાછા ફરો અમે તમને નવી ઝૂપડીઓ બનાવી
આપીશું પરંતુ બંગાળીઓ પાછા ન ફર્યા ત્યારે કૃષ્ણદાસજી એ શ્રીજીની સેવામાં
ગુજરાતથી આવેલા ગુજરાતી સંચોરા બ્રાહ્મણોને રાખી લીધા રાખી લીધા.
આ રીતે આપણા
લાડલા શ્રીજીની સેવાનું કામ બંગાળીઓના હાથમાંથી લઇ લીધું.
આપણાં પુષ્ટિમાર્ગના આવા કુશળ અધિકારીજીને આપણા અનેક વંદન હો,
કામિની
રોહિત
મેહતા ©
Kaminiben Mehta
[email protected]
Return to the varta index
Return to main courtyard of the Haveli