ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


ગોપાલદાસ

 

ગોપાલદાસ આચાર્યજી મહાપ્રભુજીના ઉત્તમ સેવક હતા.
વ્રજભકતોની વિરહ દશાના ગીતોના સંકીર્તનમાં સદૈવ મગ્ન રહેતા હતા .
ગોપાલદાસને શ્રી મદનમોહનજી સાનુભવ કરાવતા.

એકવાર હોળીના દિવસોમાં ગોપાલદાસને ઉત્કટ વિરહ થયો. હોળીના ભાવરૂપ સંયોગ રસની સ્મૃતિ થઈ ગઈ. વ્રજભક્ત જેમ વેણુગીત યુગલગીત ગાય છે તે ભાવથી બે ગીત લલના કહીને ગાઈ ઉઠ્યા. લાલણ ગાતાં   શ્રી ઠાકોરજીએ લીલાસહિત દર્શન આપ્યા. તે સમયે ગોપાલદાસે બલિહારી લઈ ગાયું મદનમોહનકે વારને બાઈ બાલી દાસ ગોપાલ.

ગોપાલદાસનો દેહ અશક્ત થયો છતાં તે ભગવન્નામસ્મરણ સતત કર્યા કરતા હતા. શ્રી ઠાકોરજીના દર્શનના આણોસર થયા પછી પણ તેમણે દર્શન કરવાની પ્રબળ અભિલાષા રહેતી. મંદિરના દ્વાર પાસે બેસી રહેતા અને ભગવાનના નામનો ઉચ્ચાર કરતા રહેતા. શ્રી ઠાકોરજી અંદરથી હુંકાર કે એઆરઆઇ પ્રતિસાદ આપતા. રાત્રે ગોપાલદાસને થોડી નિદ્રા આવી જતી પણ પાછા ચોંકીને વિરહથી ચિત્કારી ઉઠતા "હે મદનમોહનજી! હે મદન મોહનજી."
મંદિરમાંથી
શ્રી ઠાકોરજી વળતો જવાબ આપતા, "મને કેમ પોકારે છે ?હું તો તારી પાસે છું."
ગોપાલદાસ
બોલી ઉઠતા, "પ્રભુ! આપ કેમ જાગો છો? મારો તો પોકારવાનો સ્વભાવ પડી ગયો છે."
શ્રી ઠાકોરજી કહેતા, "મારાથી તારો વિરહ સહન થતો નથી તેથી હું તારું સમાધાન કરું છું ."

ગોપાલદાસ મંદિરનું અને ચોકનું તાળું લગાવ્યા પછી ચોખટ પર માથું ધરી વિરહમાં પડ્યા રહેતા. એમને શરીરની શી પરવા હતી. વ્રજભકતોને શ્રી ઠાકોરજીનો જેવો ઉત્કટ વિરહ રહેતો હતો તેવો વિરહ પોતાને ક્યારે થાય તેવી ભાવના રહેતી. શ્રી મહાપ્રભુજીએ પણ આવો વિરહ પરમ ફલરૂપ હોય નિરોધ લક્ષણ માં નિવેદન કર્યું છે. આવા કૃપાપાત્ર પરમ ભગવદીય ગોપાલદાસને આપણાં અગણિત વંદન.

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli