ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ગદાધરદાસજી

 

આચાર્યશ્રી મહાપ્રભુજી ના સેવક ગદાધરદાસ સારસ્વત બ્રાહ્મણ હતા.
તેઓ
સેવાપરાયણ હતા અને વૈષ્ણવોની ટહેલ કરવાને પોતાનું અહોભાગ્ય માનતા હતા.
સંસારી
સંબંધીઓથી મન હટાવી અંતર્મુખ બની ભગવદ્ધર્મનું પાલન કરતા. શ્રી મદનમોહનજીની પરમ પ્રીતિ થિ સેવા કરતા.

એક દિવસ ગદાધરદાસે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા માટે બોલાવ્યા હતા. બધી સામગ્રી કરી પરંતુ ઘરમાં જરા પણ શાક હતું. ગદાધરદાસે ત્યાં બેઠેલા વૈષ્ણવોને કહ્યું કે એવો કોઈ વૈષ્ણવ છે જે શાક લઈ આવે ?તે વખતે માધવદાસ બોલ્યા તમે કહેતા હો તો હું લઈ આવું.

માધવદાસે એક વૈશ્યાને ઘરમાં રાખી હતી. કારણથી બધા તેનો બહિષ્કાર કરતા ,એના પૂછવા પાછળ એવો ભાવ હતો કે મારા થકી લાવેલું શાક તમે સ્વીકારશો? ગદાધરદાસે તેમણે શાક લઈ આવવા આજ્ઞા કરી. તેઓ શ્રીઆચાર્યશ્રીનો સંબંધ જાણતા હતા.

માધવદાસ બથુવાની ભાજી લઈ આવ્યા. ગદાધરદાસે તેમને ભાજી સુધારવાની સેવા પણ આપી પછી બધી સામગ્રી સિધ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. સમય થતાં ભોગ સરાવી અનોસર કરી બધા વૈષ્ણવોને મહાપ્રસાદ આરોગાવ્યો. બધા વૈષ્ણવોએ મહાપ્રસાદ આરોગતા આરોગતા શાકને ખૂબ વખાણ્યું.

ગદાધરદાસ પીરસતાં પીરસતાં જ્યારે માધવદાસ પાસે આવ્યા ત્યારે મુદિત મનથી કહેવા લાગ્યાં- તમારું બનાવેલું શાક શ્રી ઠાકોરજી આરોગ્યા છે તેથી હરિભક્તિ દ્રઢ થશે.”

માધવદાસે રંચક શાકની સેવા કરી તેના બદલામાં ગદાધરદાસે જન્મ જન્માંતરની સંસારસક્તિ દૂર કરી દુર્લભ એવી હરિભક્તિ પ્રદાન કરી.
આવા ભગવદીયનો ક્ષણભર સંગ થવો પરમ સૌભાગ્યની વાત છે.
આચાર્યશ્રી મહાપ્રભુજીના આવા અનન્ય સેવક ગદાધરદાસને વંદન કરી આપણે કૃતાર્થ બનીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી
© /b>Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli