ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ગુંસાઈદાસ સારસ્વત

 

આચાર્યશ્રી મહાપ્રભુજીના સેવક ગુંસાઈદાસ સારસ્વત મથુરાના બ્રાહ્મણ હતા.
તેઓ જ્યારે ચૌદ વર્ષની ઉમરના હતા, ત્યારે એકવાર શ્રીમદ્ભગવત અને શ્રીમદ્ ભગવદ ગીતાનું શ્રવણ કરી તેમનામાં સંસાર પર વૈરાગ્ય આવ્યો. આથી તેઓ તીર્થાટન કરવા લાગ્યા.

એમ કરતા કરતા તેઓ ચોવીસ વર્ષના થયા ત્યારે તેઓ મથુરામાં વિશ્રામઘાટ પર આવ્યા, ત્યારે તેમણે શ્રી મહાપ્રભુજીને  ત્યાં સંધ્યાવંદન કરતા નિહાળ્યા. પળભરમાં દર્શન માત્રથી તેમના તરફ આકર્ષાયા. ગુંસાઈદાસે પોતાને શરણે લેવા વિજ્ઞપ્તિ કરી. આચાર્યશ્રી એમને નામ નિવેદન કરાવ્યું  અને એક વૈરાગી પાસેથી શ્યામસુંદરનું ચતુર્ભુજસ્વરૂપ હતું તે પુષ્ટ કરી તેમના માથે પધરાવી આપ્યું.

ગુંસાઈદાસ મથુરામાં ઘર લઈ ત્યાં નિત્ય સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકુરજી પણ તેમની સેવાથી પ્રસન્ન થઈ સાનુભાવ જણાવતા.
એક
વૈષ્ણવ ગુંસાઈદાસના ઘરે નિત્ય દર્શન માટે આવે ત્યારે શ્રી ઠાકુરજીને પ્રાર્થના કરે કે મહારાજ મારા માથે આપ પધારો મને આપની સેવા કરવાની ખૂબ ઇચ્છા છે. તેણે ઘણીવાર ગુંસાઈદાસને પોતાને માથે તેમની સેવા પધરાવવા વિનંતી કરી, પણ ગુંસાઈદાસ કહેતાઅમારી સાથે રહી અમારા ઠાકુરજીની સેવા કરો , એમ કરતા થોડા દિવસ પછી શ્રી ઠાકુરજીએ ગુંસાઈદાસને પ્રેરણા કરી તેથી ગુંસાઈદાસે તે વૈષ્ણવને પોતાની પાસે બોલાવીને કહ્યુંતમારી ઇચ્છા જાણે શ્રી ઠાકુજીએ જાણી લીધી હોય તેવું લાગે છે. મારે તો બદરિકાશ્રમ જવાનું છે મારો દેહ ત્યાં છૂટશે. માટે હવે આપ ઠાકુરજીને પધરાવીને તેમની પ્રેમપૂર્વક સેવા કરો.

તે વૈષ્ણવે પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો. ગુંસાઈદાસ બદ્રિકાશ્રમ  ગયા ત્યાં પોતાના ઠાકુરજીનો વિરહ કરી દેહબંધનમાંથી મુક્ત થયા.
જીવનો જેવો અધિકાર હોય તેવા પ્રકારનું સાધન કરી તે ફળ મેળવે છે.

આવા શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકને આપણે વંદન કરીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli