ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

રાજા દુબે માધો દુબે

 

બંને ભાઈઓ લીલામાં શ્રી લલિતાજીની સખીઓ છે.
એકનું
નામકુંજરી”. કુંજ રચનામાં નિપુણ. તે રાજા દુબે તરીકે પ્રગટ થયા.
બીજી
સખીનું નામ રસાલિકા હતું. ફળના રસમાં જેમ અલિ લોભાય તેમ રસાલિકા પણ શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીની સેવા અને લીલાના રસમાં રસમગ્ન રહેતી હતી. તે રસાલિકા સખીનું પ્રાગટ્ય માધો દુબે તરીકે થયું હતું.

રાજા દુબે અને માધો દુબેના માતપિતાએ પોતાની વૃધ્ધા અવસ્થામાં કહ્યું કે, અમારી ઇચ્છા છે કે દેહ છૂટે તે પહેલા અમને દ્વારિકા લઈ જઈ, શ્રી દ્વારિકાધીશજીના અમને દર્શન કરાવો. ત્યારે માતપિતાની ઈચ્છાને પૂરી કરવા માટે બંને ભાઈઓએ, ડોળી ભાડે કરી તેમાં માતપિતાને બેસાડયા અને દ્વારિકા આવ્યા, અને શ્રી દ્વારિકાધીશજીના દર્શન પોતાના માતપિતાને કરાવ્યા.

શ્રી રણછોડરાયજીના દર્શન બાદ આનંદિત થયેલા માતા પિતાએ પોતાનો દેહ છોડયો, ત્યારે બંને ભાઈઓએ સંસ્કાર કર્યા.
બંને
ભાઈઓને સૂતક લાગતાં, તેઓ ડોલા પર બેસી રહ્યાં. પછી બંને ભાઈઓ લોકોને પૂછ્યા કરે કે અહી ક્યાંક કથા વાર્તા કે ભગવદ ચર્ચા થતી હોય, તો ત્યાં જઈએ. કારણ કે સૂતકના દિવસો અમારાથી વિતતા નથી. ત્યારે લોકોએ જણાવ્યુ કે શ્રી વલ્લભાચાર્યજી પૃથ્વી પરિક્રમા કરી અહીં પધાર્યા છે. તેઓ બહુ સુંદર કથા કહે છે. ત્યાં તમે ત્રીજા પહોરે જજો.

ત્યારે બંને ભાઈઓ કહે કે આજે તમે અમને તમારી સાથે લઈ જજો, પછી અમે બંને રોજ જઈશું.
બીજા
પહોરે ગામલોકો બંને ભાઈઓને કથામાં લઈ ગયા, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે, તમે બંને ભાઈઓ આગળ આવીને બેસો. ત્યારે બંને ભાઈઓ કહે કે, "મહારાજ અમને સૂતક લાગેલ છે." ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે, "તમે બંને ભાઈઓ સદાય શુધ્ધ છો, તેથી આગળ આવીને બેસો, અને તમારી કોઈપણ શંકા હોય તો અમે તમારી શંકાનું નિવારણ કરીએ."

ત્યારે બંને ભાઈઓ પ્રસન્ન થઈ શ્રી આચાર્યજીની આજ્ઞા મુજબ આગળ આવીને બેસ્યા.
કથામાં
જ્યારે શ્રી ભાગવતનો દશમ સ્કંધ આવ્યો, ત્યારે શ્રી આચાર્યજીએ નંદ મહોત્સવનું વર્ણન કર્યું. ત્યારે શ્રી આચાર્યજીની કૃપાથી બંને ભાઈઓને નંદાલયની લીલાઓનો પ્રકટ અનુભવ થયો.

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli