ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

દિનકરદાસ શેઠ

 

પ્રયાગના અત્યંત ધનવાન શેઠને ત્યાં તેમનો જન્મ થયો હતો.
 તેઓ જ્યારે પાંચ સાત વર્ષના હતા ત્યારથી તેઓ ધાર્મિક વૃતિ વાળા બન્યા હતા.

તેમને ભાગવત કથા સાંભળવાની અત્યંત આસક્તિ હતી. ભગવત કથા સાંભળી તેમનામાં બાલ્યવસ્થાથી ત્યાગવૃતિ અને સમર્પણ ભાવ દ્રઢ થયો હતો. તેમને માટે બનાવેલા વસ્ત્રો તેઓ કથાકારને આપી આવતા. ઘરના લોકો તેમને ચોર કહેતા, પરંતુ પોતાને જે કંઇ મળતું, તે તેઓ તે  નિસ્વાર્થ ભાવે દાન કરી દેતા. માતા પિતાના દેહાંત પછી ઘર, અને ગામ છોડીને ચાલી નીકળ્યા.

પ્રાતઃકાળનો સમય હતો ત્રિવેણી સ્નાન કરવા ઘાટ પર આવી પહોંચ્યા. સદ્ભાગ્યે તે સમયે શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘનનો ત્યાં સમાગમ થઈ ગયો. દિનકર શેઠ તો ભગવત કથાના અનુરાગી વાત વાતમાં પોતાને ભગવદ કથા સાંભળવી છે એવી અભિલાષા દર્શાવી. કૃષ્ણદાસ મેઘને તેમને કહ્યું, કે તમને કથા સાંભળવાનું વ્યસન છે, તમે કથા શ્રવણના સાચા અનુરાગી છો. તો એકવાર અડેલ આવી શ્રી મહાપ્રભુજીના સ્વમુખેથી કથાનું આચમન કરો .

દિનકર શેઠ જરાપણ વિલંબ કર્યા સિવાય, નાવમાં બેસીને અડેલ આવ્યા આચાર્યશ્રીના મુખેથી શ્રીમદ્ ભાગવત્ ના દશમ સ્કંધના ભ્રમરગીતનું વ્યાખ્યાન શ્રવણ કર્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી મનમાં વિચાર આવ્યો, કે અત્યાર સુધી જેટલા દિવસો વિત્યા તે બધા નકામા ગયા. હવે તો શ્રી મહાપ્રભુજીના શરણે જઇ સદાય તેમની પાસેથી ભગવદ કથાનું પાન કરું.

શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું. દિનકર શેઠે ભગવદ કથાને બદલે ભગવદ કથા શ્રવણ કરવામાં વિશેષ પ્રીતિ રાખી. એક દિવસ દિનકર શેઠ યમુનાજીના કિનારે રસોઈ કરી રહ્યા હતા. અંગાખરી વણીને પાતાળ પર ધરી શેકવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જળ ભરવા આવેલા જલધરીયા પાસેથી સાંભળ્યુ, કે શ્રી આચાર્યજી કથાનો પ્રારંભ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે સાંભળવાની સાથે કાચી શેકયા વગરની અંગાખરી ખાઈને કથા શ્રવણ કર્યા વગર દોડી આવ્યા. કથાનો એક શબ્દ પણ ચૂકી જવાય, તો જીવ કપાઈ જવા જેવુ દુઃખ થતું.

આવા કથાનુરાગી અનન્ય સેવકને આપણે દંડવત પ્રણામ કરીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli