તેઓ
સહનિયા
કાયસ્થ
હતા
અને
માળવા
દેશમાં
રહેતા
હતા.
એઓ
લીલામાં
નંદરાયજીના
ભાઈ
હતા.
તેમના પિતા ઉજ્જૈનમાં હાકિમની પાસે રહેતા હતા. એક દિવસ હાકિમ સાથે તેમણે બોલાચાલી થઈ ગઈ, ત્યારે દિનકરદાસ –મુકુંદદાસના પિતાની ચાકરી છોડીને ઘરે ચાલ્યા આવ્યા અને સંજોગે થોડા સમયમાં તેઓ મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુ બાદ બંને ભાઈઓ એકલા થઈ ગયા. બંને ભાઈઓ જ્યારે દશબાર વર્ષના થયા ત્યારે દ્રવ્ય સંકોચને કારણે બંને ઘેરથી નીકળીને કાશી ગયા. ત્યાં બંને ભાઈઓ ઘણું દ્રવ્ય કમાયા પછી બંને ભાઈઓ પાછા ઘરે આવવા નીકળ્યા.
કાશીથી થોડે દૂર માર્ગમાં મુકુંદદાસને ઝેરી સાપ કરડયો અને તે સાપનું ઝેર ચડતા દિનકરદાસ તેમણે પાછા કાશી લાવ્યા. ઝેર ઉતારનાર ગારુડી લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઝેર ઉતર્યું નહીં. આ બનાવથી દુઃખી અને વ્યથિત થઈ ખૂબ કરુણતાપૂર્વક રડતાં હતા, ત્યારે આચાર્યજીના સેવક શ્રી કૃષ્ણદાસ મેઘન તેમણે બજારમાં મળી ગયા. તેમની વીતકકથા સાંભળીને કૃષ્ણદાસજીને દયા આવી ગઈ. તેમણે બંને દૈવીજીવોને ઓળખી લીધા તેમની પાસે શ્રી મહાપ્રભુજીનું ચરણામૃત હતું, તે પાણીમાં સમિશ્રિત કરી મુકુંદદાસને પીવડાવ્યું, અને તે પીતાની સાથે જ મુકુંદદાસજીનું ઝેર ઉતરી ગયું, અને તેઓ આળસ મરડીને ઊભા થયા.
તેમણે પોતાને જીવતદાન આપનાર ભગવદીયને પ્રણામ કર્,યા અને તેઓ કોના સેવક છે એમ પૂછ્યું. કૃષ્ણદાસે તેમને શ્રી મહાપ્રભુજી વિષે જણાવ્યું. દિનકરદાસ અને મુકુંદદાસજી, કાશીના શેઠ પુરુષોત્તમદાસને ઘેર, જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા, ત્યાં આવી પહોંચ્યા અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરી દિનતાપૂર્વક વિનંતી કરી કહેવા લાગ્યા, કે અમને આપના શરણમાં લો. આપના પ્રતાપથી અમારું કલ્યાણ થશે.
આચાર્યશ્રી એ તેમને નામ નિવેદન કરાવ્યુ બ્રહ્મસંબંધનો પત્ર લખીને હસ્તાક્ષર આપ્યા અને કહ્યું કે તેની સેવા કરો.
મુકુંદદાસજી ખૂબ સુંદર કવિતા લખતા તેમણે “મુકુંદસાગર” નામનો ગ્રંથ વ્રજભાષામાં લખ્યો. તેમાં શ્રીમદ્ભાગવતના બારે સ્કંધનો સાર તેમાં સમાઈ જાય છે. તેઓ લૌકિક અને વેદિક કાપટ્યભાવથી કરતા.
આવા
સેવા
પરાયણ
અને
ધર્મ
પરાયણ
બંને
ભાઈઓને
આપણે
વંદન
કરીએ.
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli