ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

૧)દામોદરદાસ હરસાનીજી

 

શ્રી મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર ચોર્યાસી વૈષ્ણવોમાંના પ્રથમ સેવક બ્રહ્મસંબંધી જીવસૃષ્ટિના શિરમોર  અને યશકલગી સમા શ્રી દામોદરદાસ હરસાનિજી.

શ્રી આચાર્યજી તેમને “દમલા” કહીને સંબોધતા અને કહેતા કે દમલા આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. શ્રી દામોદરદાસ હરસાનિજી પુષ્ટિ માર્ગના પ્રથમ વૈષ્ણવ છે.

એમના ભક્તિ ભાવની પરાકાષ્ઠા, દાસ્ય ભાવની ઉત્કૃષ્ટતા અને ગુરુપ્રીતિના ભાવની સર્વતોધિકતા એવા હતા કે તેમની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે!

એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં માથું રાખીને પોઢેલા હતા ત્યાં શ્રી ગોવર્ધનનાથજી શ્રી આચાર્યજીને મળવા પધારી રહ્યાં છે ....પગમાં પહેરેલા નેપુરની ઘૂઘરીઓનો મીઠો રણકાર આવી રહ્યો છે. રૂમઝુમ રૂમઝુમ અવાજ સાથે શ્રીનાથજી વધુ ને વધુ નિકટ આવી રહ્યાં હતા. અનન્ય ગુરુપ્રીતિવાળા દામોદરદાસજી એ તેમને આવતા જોઈ મીઠી મૂંઝવણનો  અનુભવ કરવા લાગ્યાં અને વિચારવા લાગ્યાં કે આચાર્યજીને મીઠી નીંદર માં સુવા દેવા કે પ્રભુને નિકટ આવવા દેવા? વળી પ્રભુ નિકટ આવે તો ગુરુચરણની ઊંઘમાં વિક્ષેપ થાય, એટલે હાથથી ઈશારો કરી કહ્યું કે મારા ગુરુને પરિશ્રમ થશે, અને શ્રી ગોવર્ધનનાથજીને દૂરથી જ રોકી લીધા.

આમ પ્રભુ કરતાં વિશેષ ગુરુચરન માં પ્રીતિ રાખતા કોઈ વૈષ્ણવે પુછ્યું કે આમ કેમ? તો કહે કે દાન બડો કે દાતા? અને ગુરુચરણ ની કૃપા વડે જ મને આ દાન મળ્યું છે.  

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli