ચાલો જઈએ બોડાણા ને ગામ


ચાલો જઈએ બોડાણા ને ગામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.
ધન્ય ગંગા તે બાઈ તારા ધામ, જોને બધા ભૂલ્યા છે ભાન.

રંગે છે કાળો પણ લાગે રૂપાળો, પીળા પટકુળ વળી વરણાગી જામો
એને માથે છે ....   હો એને માથે છે વાંકા વાંકા વાળ, કેવા રૂડા લાવ્યો ભગવાન .........(૧)

અમી ભરેલી એની અણિયાળી આંખડી, એણે માથામાં ખોસી ફૂલોની પાંખડી
એને કુંડળ .... હો એને કુંડળ, ચમકે છે કાન, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૨)

પોપટની ચાંચ જેવું અણિયાળું નાક છે, થીંચણ સુધીના એના લાંબા લાંબા હાથ છે.........(૩)
એના રૂપાળા... હો એના રૂપાળા, કેવા લાગે પાય, કેવા રૂડા લાવ્યો ભગવાન

ઘરડો થયો પણ વરણાગી કટકો, આવડી ઉમરમાં અલ્યા આવડોશો લટકો,
એને ઉંમરનું ... હો એને ઉંમરનું, નથી રહેતું ભાન, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૪)

મોહન માને છે એને મનડાનો મોરલો, હૈયું નાચે છે એનો દેખીને તોરલો,
એના ખોવાયા ... હો એના ખોવાયા, હૈયાના હામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૫)

ચાલો જઈએ બોડાણા ને ગામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.
ધન્ય ગંગા તે બાઈ તારા ધામ, જોને બધા ભૂલ્યા છે ભાન.

 

Kindly written up on the net by Sujal Shah

Visit pages on Dakor and Ranchodji.  Also see videos of Ranchodraiji's kesar-snan and various artis through the day

 

Return to the Bhajan index

Return to main courtyard of the Haveli