ભગવાન કોના?
કબીરા કુવા એક હૈ, પનહારી અનેક
બર્તન સબ ન્યારે ભયે, પાની સબ મેં એક!
અનેક ઘાટ પર સ્નાન કરો, પણ અંતે તો મહત્વ ગંગા-સ્નાનનુ જ છે. ઘાટ તો આજે છે ને કાલે
નથી! જે પંડાનું જે ઘાટ પર વર્ચસ્વ હોય, તેજ ઘાટને તે અગત્ય કહે એ સ્વાભાવિક છે.
પંડા પુરાણોમાંથી મારી મચેડીને પણ કથા વાર્તા ઉભી કરે જેમાં એના પોતાના ઘાટને મહત્વનો
કહેવામાં આવ્યો હોય તેમ બતાવે.
આમાં કંઈ નવું કે અજુક્તું નથી, પણ આપણે આ વાત સમજીને, ચેતીને ચાલવું જોઈએ. જે
પ્રગટ પ્રભુની પ્રાપ્તિ બેધેથી થઇ શકે છે, તેને કોઈ એક ધર્મ-સંસ્થા યા ધર્મ-ગુરુ,
યા માર્ગ ના પોતીકા ગણવા એ આપણી જ ગેરસમજ નું કારણ છે.
મને ધર્મ-ગુરુઓ પ્રત્યે કોઈ આક્રોશ નથી કે કોઈ વૈમનસ્ય પણ નથી, પણ, જો કોઈ એમ કહે
કે પ્રભુ મારા થકી જ મળી શકે છે, તો તે વાત માનવા હું તૈયાર નથી. જે કોઈ ભગવાન પર પોતાની માલિકી દર્શાવે
છે, તે પોતાની જ અક્કલ નું પ્રદર્શન કરે છે. દુઃખની વાત તો ત્યાં છે
કે લોકો આ સમજતા નથી અને ગાડરિયા પ્રવાહ ને જેમ ધર્મ ના નામે કોઈનું પણ, ક્યારે પણ, માની બેસે છે!
વાડાબંદી અધ્યાત્મ માર્ગ માં અવરોધ પેદા કરે છે. પરમાર્થ
પંથે જનાર ની પ્રગતિ ને રોકનાર દરકે વિચાર અને વ્યક્તિ માનવ સમાજને નબળો
બનાવે છે. આ બધી બાબતો થી બચવા જરૂરી છે કે આપણે પોતે પણ શાસ્ત્રો નો અભ્યાસ તથા તેનું
મનન અને ચિંતન કરવા જોઈએ.
Return to Index
Return to Bhagwat's main page
Return to ShriNathji's Haveli
© Bhagwat Shah
[email protected]