મથુરાનો વિશ્રામઘાટ એ ચોર્યાસી કોસ વ્રજધામ નો પ્રથમ દરવાજો અને શ્રી સ્વામિનીજીનું નિકુંજદ્વાર છે. એક સમયે શ્રીસ્વામિનીજી એ શ્રીઠાકોરજીને કહ્યું કે પ્રભુ આજે મને આપણી લીલામાં વધારો કરે તેવી નૂતન લીલા કરવાનું ઘણું જ મન છે. તેથી પ્રભુએ પૂછયું કે કેવી લીલા પ્રિયે? શ્રીસ્વામિનીજી કહે કે પ્રભુ હું ઘણી વખત માન કરૂં છું ત્યારે આપ મારૂં માન છોડાવો છો પણ આજે મારી ઇચ્છા એવી છે કે આપ મારાં સ્વરૂપમાં માન કરો ને હું આપનાં સ્વરૂપમાં આપનું માન છોડાવું આ સાંભળી શ્રીઠાકોરજી કહે કે અમે પુરુષો માન નથી કરતાં કારણકે અમારૂં માન છોડાવવું ઘણું જ અઘરું છે માટે આપ આવી ઇચ્છા કરવી છોડી દો પરંતુ શ્રીસ્વામિનીજી માન્યાં નહી તેથી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ લીધુ અને માન કરી એકાંત કુંજમાં બિરાજ્યાં અને શ્રીસ્વામિનીજી શ્રીઠાકોરજી સ્વરૂપે મનાવવાં ચાલ્યાં.
અસંખ્ય પ્રયત્ન અને અપાર ચાતુર્ય બાદ પણ તેઓ શ્રીસ્વામિનીજી સ્વરૂપ શ્રી ઠાકોરજીને મનાવી ન શકયા આથી તેમણે પોતાની અંતરંગ સખીઓ ની પણ મદદ લીધી પરંતુ સ્વામિનીજી સ્વરૂપ શ્રીઠાકોરજી માન્યાં જ નહીં આથી શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રીસ્વામિનીજી ગભરાઇ ગયા હવે શું કરવું????કઇ રીતે બીજા સ્વરૂપનું માન છોડાવવું...??? ત્યાં જ બીજી સખી કહે ચાલો રાધેજુ આપણે શ્રીયમુનાજીને વિનંતી કરીએ કે તેઓ શું આપણને મદદ કરશે?
શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રીસ્વામિનીજી શ્રીયમુનાજી પાસે પધાર્યા ને સર્વે વાત જણાવી આવી અનોખી અને અદભૂત લીલા વિષે સાંભળીને શ્રીયમુનાજીના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે કહ્યું કે તેઓ શ્રીસ્વામિનીજી સ્વરૂપ શ્રીઠાકોરજીનું માન ઉતારવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે.પરંતુ માન કરનાર સ્ત્રી રૂપે હોવી જોઇએ અને માન છોડાવનાર પુરુષ રૂપે હોવો જોઇએ આ સાંભળીને શ્રી સ્વામિનીજીએ પોતાના મુગુટ કાછની નાં શૃંગાર (શ્રીઠાકોરજી રૂપી તમામ વસ્ત્રો સહિત શૃંગાર) શ્રીયમુનાજીને પરિધાન કરાવ્યાં ત્યારબાદ શ્રીયમુનાજી શ્રીસ્વામિનીજીને સાથે લઇ કુંજમાં શ્રીઠાકોરજી પાસે પધાર્યા.
શ્રીસ્વામિનીજી કુંજ ની બહાર ઊભા
રહ્યાં અને શ્રીયમુનાજી કમળકળીની માળા હાથમાં
લઇ શ્રીઠાકોરજીનું માન છોડાવવા માટે કુંજમાં
અંદર પધાર્યાં અને પોતાના જ જેવા બીજા
કૃષ્ણરૂપી શ્રી યમુનાજીને જોઇ શ્રીઠાકોરજી હસતા હસતા
શ્રીયમુનાજીને ભેટી પડ્યાને બોલ્યા કે મારે તો
શ્રીસ્વામિનીજી સાથે માન હતું આપની સાથે ન
હતુ. શ્રી ઠાકોરજીનું માન છૂટવાથી શ્રી
યમુનાજીને ઘણો જ આનંદ થયો.આનંદની અવધિમાં કમળમાળા
શ્રીયમુનાજીના કરકમલમાં જ રહી ગઇ જ્યાં અતિશય
આનંદ હોય ત્યાં કંઇ ન ભૂલાય તોજ નવાઇ.
શ્રીઠાકોરજીનું માન છૂટેલુ જોઇ સ્વામિનીજી સહીત સર્વે
વ્રજભક્તોને અત્યંત આનંદ થયો તેમણે શ્રીયમુનાજીને
વિનંતી કરી કે પ્રિય યમુનેજુ આ શૃંગાર સદાને માટે
હવે આપ ધારણ કરી રાખો. શ્રીસ્વામિનીજીની
પ્રેમભરી વાત માનીને તે દિવસથી આજ સુધી
શ્રીયમુનાજીએ મુગુટકાછની નો શૃંગાર ધારણ કરેલો
છે.
પુષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજી પ્રભુના સમાન ગુણ ધર્મ વાળા છે. તેથી શ્રીયમુનાજીના દર્શન થતાની સાથે શ્રીઠાકોરજીનું સ્મરણ થાય છે. શ્રીઠાકોરજી એ જીવોને આપવા માટે યમુનાજીનાં હ્લદયકુંજમાં પોતાના ગુણો સહીત(શ્રી ઠાકોરજીના ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રીધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહીતનાં) ઐશ્વર્યનું (જે પુષ્ટિમાર્ગિય સિધ્ધિઓ છે.) દાન કરેલું છે.
શ્રીયમુનાષ્ટકના આઠ શ્ર્લોકમાં શ્રીયમુનાજીનું મહાત્મ્ય બતાવેલું છે અને નવમા શ્ર્લોકમાં ફલશ્રુતિ કહી છે. શ્રીયમુનાજી જીવ અને શ્રીઠાકોરજી વચ્ચેના માર્ગ રૂપ છે જ્યારે જીવ શ્રીવલ્લભ ના માધ્યમ દ્વારા શરણે આવે છે ત્યારે સૌથી વધુ ખુશી શ્રીયમુનાજીને થાય છે અને તે પ્રભુ પાસે જઇ તેમને વિનંતી કરે છે કે જે જીવ શરણે આવ્યો છે તેને આપના દલમાં શામિલ કરો.
પૃથ્વી ઉપર કોઇ શ્રેષ્ઠ સરિતા હોય તો તે શ્રીગંગાજી છે જેમના દર્શન માત્ર કરવાથી મનુષ્યનો મોક્ષ થઇ જાય છે પણ આપણી શ્રી ભાનુતનયાએ ફક્ત સરિતા નથી તે તો સ્વયં શ્રી ઠાકોરજીની પરમ સખી છે તેમના દર્શન,વંદન,સ્પર્શ અને પાન માત્ર થી મનુષ્યના ભવભવનાં બંધનો છૂટી જાય છે અને વૈષ્ણવજન શ્રીયમુનાજીની કૃપાથી ફરી શ્રીઠાકોરજીના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે.
राग- रामकली
प्रफुल्लित बन विविध रंग झलकत यमुना तरंग सौरभ धन मुदित अति
सुहावनो
चिंतामणि कनक भूमि छबि अदभूत लता झूमि शितल मंद अति सुगंध मरुत
आवनो
सारस हंस शुक चकोर चित्रित नृत्यत सुमोर कलकपोत कोकिला कल मधुर
गावनो
युगल रसिकवर विहार “परमानंद”छबि
अपार जयति चारु वृंदावन परम भावनो
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli