બ્રહ્મસંબંધ

 

બ્રહ્મસંબંધ એ શરણશક્તિ  અને સ્મરણશક્તિ  નો માર્ગ છે. બ્રહ્મસંબંધ એટલે  કે  બ્રહ્મ (પરમાત્મા ) સાથેનો અતૂટ સંબંધ. નામનિવેદન મંત્રથી સગાઇ થાય છે પણ  બ્રહ્મસંબંધ મંત્રથી લગ્ન થાય છે. અષ્ટાક્ષર મંત્રથી પ્રભુનું શરણ સિદ્ધ થાય છે, પણ બ્રહ્મસંબંધ મંત્રથી  આપણા ઘરમાં શ્રીઠાકુરજીની સેવા કરવાનો અધિકાર મળે છે એટલે કે આત્મનિવેદનની પ્રાપ્તિ થાય છે. 

જેમ ગંગાજીમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર બને છે તેમ આ કળિયુગમાં આપણા આત્માને પવિત્ર બનાવવાનો બીજો કોઇ રસ્તો નથી. એક જ રસ્તો છે બ્રહ્મસંબંધ. તેના માટે શ્રીઠાકુરજી કહે છે :”તારું બધું મને સમર્પણ કર, પછી હું હંમેશા તારી સાથે છું, તારી બધી જવાબદારી મારી. હવે તારું ને મારૂ બંધન થયું છે એટલે તારા દુ:ખ અને સુખમાં હું હંમેશા તારી સાથે છું. તારો વિશ્વાસ મારા પર બનાવી રાખજે.” 

કેટલાક દૈવી જીવો પોતાના કર્મને કારણે આ કળીયુગમાં ધરા પર આવ્યા છે. તે લોકોના ઉધ્ધાર માટે આ મંત્ર છે. શ્રાવણ સુદ એકાદશીની મહારાત્રીએ  શ્રીવલ્લભ દૈવી જીવોને કેવી રીતે અંગીકાર કરવો? તે શ્રીમદ્ ગોકુલના યમુના તટ પર આવેલા ગોવિન્દઘાટે વિચારી રહ્યા હતા. તેમને મુંઝવણમાં જોઇને  ભગવાને દર્શન આપ્યા અને દૈવી જીવોને શરણે  લેવા બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો, જેનાથી જે પુષ્ટિજીવો છે તેને શરણે લેવાની આજ્ઞા આપી. આ દિવસને પવિત્ર અગિયારસ કહે છે ને બીજા દિવસે  શ્રીવલ્લભે દામોદરદાસ હરસાનીજી જે તેમના ખાસ સેવક હતા તેમને સૌ પ્રથમ બ્રહ્મસંબંધ આપ્યા તે દિવસ ને પવિત્ર બારસ કહે છે જે આપણા પુષ્ટિમાર્ગ નો સ્થાપના દીન પણ કહેવાય છે. આ દિવસે શ્રીવલ્લભે શ્રીઠાકુરજીને ૧૦૮ તારનું ૧૦૮ ગાંઠવાળું સુતરનું પવિત્રું ધર્યું અને મર્યાદામાર્ગીયમાં ૩૨૦ તારનું પવિત્રું  ધરે છે. આના વિશે  સિધ્ધાંત રહસ્ય માં આપેલું છે. એટલે  જ પુષ્ટિમાર્ગની ગુરૂપુર્ણિમા પવિત્રા બારસે છે.

આપણે એક ઉદાહરણ જોઇએ કે , ‘ લગ્ન પહેલા એક છોકરી બહુ જ ગરીબ છે પણ જો તેની સાથે કોઇ  રાજા પરણે ત્યારે તે રાણી બને છે અને તે દરરોજ જુદા જુદા શણગારો સજે છે, જેથી તે અપ્સરા જેવી લાગે છે.  જગત ના લોકો તેની ગરીબાઇ માંથી રાણી બનતાં લોકોને અદેખાઇ આવે છે.   તેવી જ રીતે, જ્યારે આપણો પણ સંબંધ ભગવાન સાથે થાય છે,  ત્યારે  આપણે તેનો એક ભાગ બનીએ છીએ.  આપણે ભગવાન સાથે આપણા ભાવરૂપી જે પણ સંબંધ બાંધીએ છીએ, તે ભાવથી શ્રીઠાકુરજી જરૂર  આપણા સંબંધનું ધ્યાન રાખે છે. શ્રીઠાકુરજીને આપણે દાસ્ય, વાત્સલ્ય, સખ્ય અને માધુર્ય ભાવથી ભજી  શકીએ છીએ.  શ્રીમદ્ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, “ તમે જે ભાવથી ભજશો તે ભાવથી હું તમારી સાથે છું“

જો શ્રીઠાકુરજીને આપણે માતાપિતાની જેમ અને ધંધામાં ભાગીદાર તરીકે ગણીશું તો શ્રીઠાકુરજી તેની ફરજ પુરી તો પાડશે, પણ જો આપણે તેમને પતિ કે પુત્રભાવે માનીશું તો તે આપણું ધ્યાન જનમો જનમ રાખશે. જ્યાં સુધી આપણે નાના છીએ, ત્યાં સુધી માબાપ આળપંપાળ કરે છે, થોડા મોટા થયા પછી તમારા કોઇ અનુચિત કાર્ય બદલ માબાપ ઠપકો પણ આપે છે. જેમ આપણે આપણા માતા-પિતા ને તાબે થાઇએ છીએ, તેમ  આપણે  શ્રીઠાકુરજીને પોતાના માનતા હોય તો તે કર્મ પ્રમાણે કાંઇ પણ સજા કરે અથવા તો આપણા કોઇ સારા કામ બદલ આપણને કાંઇક બક્ષિસ પણ આપે. હંમેશા બધું  શ્રીઠાકુરજી ની મરજીથી થાય છે ત્યારે કોઇ પણ વખત કામ સફળ ના થાય તો ભગવાનને માથે નહીં નાખવું  હિંમ્મત રાખીને તેનો સામનો કરવો. એકવાર સંબંધ બંધાયા પછી આપણી ચિંતા શ્રીઠાકુરજીને વધારે હોય છે. કેમ કે આપણે તેમને આપણો હાથ આપ્યો છે!!!!!!!!!!!!

દરીયામાં જો નદી ભળી જાય તો નદી તેના રૂપમાં  આવતી નથી અને નદી ખારી બની જાય છે.    બસ આજ રીતે શ્રીઠાકુરજીનું છે,  દુશ્મનને પણ મોક્ષ આપે છે, જેમ કે પુતના  અને યશોદા.  પુતના રાક્ષસી હોવા છતાં તેને પુત્રભાવે સ્તનપાન કરાવ્યું તોયે તેનો ઉધ્ધાર કર્યો.  યશોદામૈયા જેને જનમ પણ નહતો આપ્યો તેમ છતાંયે માતા હોવાથી તેમની સાથે તેમનું નામ જોડ્યું.

 

૧)  પુષ્ટિમાર્ગમાં, આપણે શ્રીઠાકુરજીને બે ભાવથી ભજીએ છીએ :એક પોતાના પતિ તરીકે  અને બીજું આપણા બાળક તરીકે. આપણને બે પતિ છે. એક તો લૌકિકપતિ  અને બીજો અલૌકિકપતિ. લૌકિકપતિની સાથેના સંબંધ જનમોજનમ કહેવાય છે જેની સાથે ફેરા ફરીને લગ્ન કરીએ છીએ. આપણે શ્રીઠાકુરજીને પણ આ રીતે જ બાંધવાના છે તેથી આપણે શ્રીઠાકુરજી સાથે લગ્ન કરવાના છે!!!!!!  પછી તમે લૌકિક કે અલૌકિક પતિની સાથે પ્રેમનો મીઠો ઝઘડો કરી શકો છો. પત્નીથી કોઇ ભુલ થઇ હોય તોયે અલૌકિક પતિ તેને ધીમેથી અને સહજપૂર્વક  પ્રેમથી સમજાવે છે. લૌકિકના સંબંધોનો મર્યા પછી અંત આવે છે, પણ  શ્રીઠાકુરજી સાથેના  અલૌકિક સંબંધોનો અંત ક્યારેય નથી આવતો. પત્ની તરીકે આપણે પતિ ની સેવા કરવી જોઇએ.  

)  આ રીતે જગતના પિતા તમારા પુત્ર બની શકે?  આને માટે આપણે આપણું મન અને  હ્યદયને  તૈયાર કરવાનું છે.  શું આપણે પરબ્રહ્મને આપણા બાળકની જેમ પ્રેમ કરી શકીશું!  માતાપિતા અને તેમના બાળકનો પ્રેમ અગણિત છે. તેમાં બાળક ગમે તેવો હોય પણ માતાપિતાનો પ્રેમ ઓછો થતો નથી. અરે! તે બાળક પર ખિજાય તે શબ્દોમાં પણ પ્રેમની જ ઝલક હોય છે. જેમ માતા-પિતા પોતાના બાળકને અને બાળક પોતાના માતા-પિતાને પ્રેમ કરે છે.  આ એકબીજાનો પ્રેમ કાયમ માટેનો હોય છે. જ્યારે બાળક  માતા-પિતાની આંખની સામેથી દૂર થાય તો પણ માતા-પિતા પોતાના બાળકને   હંમેશા અંતરહ્યદયથી આશિર્વાદ આપે છે  અને તેના બાળપણના કરેલા મસ્તી તોફાનથી  યાદ કરે છે.  તમારે આજ રીતે તમારા બાળકની જેમ સારસંભાળ રાખો છો તેમ જ શ્રીકૃષ્ણની બાલસેવા કરવાની છે.  શ્રીકૃષ્ણ તો આપણા બાળક છે તેથી તેમની સાથે કાંઇ પણ માંગવુ નહીં કેમકે આપણે આપણા બાળકને આપીએ છીએ, માંગતા નથી તેવી રીતે આપણે પણ શ્રીઠાકુરજી ને પુત્ર ભાવે ભજતા હોવાથી મંગાય નહીં. માંગવાથી  પ્રેમ  ઘટે છે પણ નહીં માંગીએ તો તેમનો પ્રેમ અપાર વર્ષે  છે.

યજ્ઞોપવીત સંસ્કાર પૂર્વક ગાયત્રી મંત્રના ઉપદેશથી વૈદિક કર્મમાં  અધિકાર મળે છે, તેમ પુષ્ટિમાર્ગમાં કૃષ્ણસેવાનો અધિકાર બ્રહ્મસંબંઘ સંસ્કારથી મળે છે. બ્રહ્મસંબંઘ લઇને સેવા કરનારે પોતે અને પોતાનો પરિવાર પણ શ્રીઠાકુરજીના છે તેવી ભાવના રાખવી. બ્રહ્મસંબંઘ આપણા અને શ્રીઠાકુરજી સાથે સંબંધ  બાંધે છે.  હવે  એકવાર શ્રીઠાકુરજી સાથે સંબંધ થયા પછી આપણે તેમની સાથે કેવી રીતે સંબંધ રાખીએ  છીએ તે આપણા પર છે. શ્રીઠાકુરજી સાથેના અલૌકિક સંબંધનો  અંત નથી હોતો. બ્રહ્મસબંધ શ્રીવલ્લભકુળના હાથે જ લેવાય છે. 

 

મંત્રનો ભાવાર્થ :  

       ભગવાન  શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાન  શ્રીકૃષ્ણની પ્રાપ્તીને માટે હ્યદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઇએ તે જેને તિરોધાન થયો છે એવો હુ જીવ ભગવાન  શ્રીકૃષ્ણ ને દેહ, ઇન્દ્નિય, પ્રાણ, અંત:કરણ તેના  ધર્મો,  સ્ત્રી,  ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક, આત્મા  સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ! હું તમારો છું.   કૃષ્ણમ્  તવાસ્મિ !!!!!!

શ્રી કૃષ્ણ: શરણં મમ | શ્રી કૃષ્ણ: શરણં મમ | શ્રી કૃષ્ણ: શરણં મમ | શ્રી કૃષ્ણ: શરણં મમ |

બ્રહ્મસંબંધ શરણાત સર્વેષાં દેવ જીવયોહો !!!!!!!!!!!!   

ચિત્ત તું શીદને ચીંતા કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે !!!!!!!!!!!!!!!!!!

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli