પોતે કરે તો વાહ વાહ, બીજા કરે તો છી છી !!



મહાભારતમાં કૌરવો અનેક વાર ધર્મની હાંસી ઉડાવે છે. જાણી જોઈ ને સત્યને અસત્ય ઠરાવી બધાને ખુલ્લે આમ ઉલ્લુ પાઠવતા હતા.
ખુબ પાપો કર્યા પછી જ્હયારે પાપનો ભાંડો ફૂટી ગયો, પોતાના કાળા કારનામા છતા થઇ ગયા, ત્યારે પણ કૌરવો છતી છાતીએ, ઠોકીને પોતાને સાચાજ માને છે.


પોતે કરેલ કુટનીતિને "સામ, દામ, દંડ અને ભેદ તો રાજનીતિ નુ અંગ છે" એમ કહી સમઝાવે છે. પાંડવો ના પ્રત્યાકારને અધર્મ તરીકે જાહેર કરે છે !   જીવનભર કૌરવો ના છલ, કપટ અને ક્રૂર વહેવારથી થાકી જયારે પાંડવોએ પણ થોડી કુટનીતિ અપનાવી વિજય મેળવ્યો, ત્યારે એજ કૌરવો ધર્માધર્મની દુહાઈ આપવા લાગ્યા !  કેમ ?  પોતે કરે તો વાહ વાહ, બીજા કરે તો છી છી !!

 

એજ કૌરવોએ એક ઘુવડનુ ઉદાહરણ લઇ સુતા સૈન્યને સહૈસી નાખ્યું. અરે, એ પાપી અશ્વશ્થામાએ તો એક અજન્મા બાળકને પણ ન છોડ્યો. જો પોતાના નિશસ્ત્ર પિતા ને મારવું અશ્વશ્થામાએ અધર્મયુક્ત લાગ્યું, તો નિશસ્ત્ર બાળકને ગર્ભમાંજ મારવું શું ધર્મયુક્ત હતું ?

 

એક અક્ષોહીની યાદવો કૌરવો માટે મરી પરવાર્યા, છતાં ગાંધારીએ એજ યાદવોના વિનાશની ઈચ્છા કરી ! ખરેખર, કૌરવો અને તેમના માતા પિતા જેવા કૃતઘ્ની જ્વલેજ કોઈ હશે !

 

પણ જોવાની વાત તો એજ છે કે અધર્મી હંમેશા ધર્માધર્મની વાતો જરા જોરથીજ કરતા હોય છે !
આખર તેમને માટે તો હંમેશા પોતે કરે તો વાહ વાહ, બીજા કરે તો છી છી !! 

 

Return to Index

Return to Mahabharta Index

Return to ShriNathji's Haveli 

© Bhagwat Shah    [email protected]