એ
લીલામાં
રોહિણી
હતાં.
તે
શ્રી
નંદરાયજીને
ત્યાં
રહ્યાં,
પછી
શ્રી
કૃષ્ણ
અને
બલરામની
સાથે
તેઓ
મથુરા
પાછા
ફર્યા.
પરંતું,
તેમનું
મન
સદાય
વ્રજમાં
જ
રહ્યું.
તેથી
શ્રી
આચાર્યજી
મહાપ્રભુજીનો
સંબંધ
પામી
વ્રજલીલામાં
અંગીકાર
થયો,
પરંતું,
વ્રજલીલામાં
પુત્ર
ભાવમાં
તેમનું
મન
દ્રઢ
થયેલું
છે.
અમ્મા
ક્ષત્રાણી
કડામાં
રહેતી
કુટુંબ
બહોળું
હતું.
તે
અમ્માનો
ધણી,
સાસુ
સસરા,
માં
બાપ
બધા
મરી
ગયાં
હતાં.
અમ્મા
અને
તેના
બે
દીકરા
જ
રહ્યા.
એક
પુત્ર
બે
વર્ષનો
અને
બીજો
પુત્ર
ચાર
વર્ષનો. કડામાં
શ્રી
મહાપ્રભુજીના
અન્ય
એક
સેવક
રહેતા
હતાં
તેમનું
નામ
ગદાધરદાસ, મહાપ્રભુજી
પધાર્યા
હતાં.
એક રાત્રે અમ્મા સૂતા હતાં ત્યારે સ્વપ્નમાં શ્રી ઠાકુરજીએ અમ્માને કહ્યું કે આવતીકાલે સવારે ગદાધરદાસને ત્યાં જજે, ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, તેમના શરણમાં જજે. હું મહાપ્રભુજી પાસે રહું છું તેમને વિનંતી કરજે, કે તેઓ મને પધરાવી આપે.
આ સ્વપ્ન આવ્યા બાદ અમ્મા ક્ષત્રાણીની નીંદર ઊડી ગઈ, અને ખૂબ વિરહ થવા લાગ્યો. કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મહાપ્રભુજીની શરણે જાઉં? સવાર પડતાં જ તે નાહીને શ્રી આચાર્ય મહાપ્રભુજી પાસે આવી દંડવત કર્યા, અને કહ્યું કે "મહારાજ મને શરણે લો વળી આપની પાસે શ્રી ઠાકુરજી છે તેમણે મને આપને શરણે આવવાની આજ્ઞા કરી છે.
ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પોતે અમ્માનો શુધ્ધ ભાવ જોઈને નામ નિવેદન કરાવ્યું અને એક બ્રાહ્મણના શ્રી ઠાકુરજી પધરાવી આપ્યા. અને આજ્ઞા કરી કે આમનું નામ શ્રી બાલકૃષ્ણજી છે તેમની બાળભાવે પુત્રવત સેવા કરજો. અમ્માના બંને દીકરાઓને પણ નામ નિવેદન કરાવી અમ્માને આજ્ઞા કરી આ બંને દીકરાઓને કોઈના હાથનું ખાનપાન કરાવશો નહીં. આ ઠાકુરજીની મહાપ્રસાદી આપજો, એ પણ લીલા સંબંધી છે.
આ
રીતે
અમ્માનો
અંગીકાર
કરી
શ્રી
મહાપ્રભુજી
કાશી
પધાર્યા.
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
purvifoods@hotmail.com
Return to main courtyard of the Haveli