તેઓ ગુજરાતનાં વતની હતા.
તેમની
ઉંમર
સત્તર
વર્ષની
હતી,
તે
સમયની
આ
વાત
છે.
એકવાર
તેઓ
તળાવ
પર
સંધ્યા
વંદન
કરતા
હતા,
ત્યારે
ત્યાં
શ્રી
મહાપ્રભુજી
પણ
ત્યાં
સંધ્યાવંદન
કરવા
પધાર્યા
હતા.
શ્રી મહાપ્રભુજીના અલૌકિક તેજથી અંજાઈ ને પુરુષોત્તમ જોશીએ આપને વંદન કર્યા અને કહ્યું કે મહારાજ એક પ્રશ્ન ઘણા સમયથી મારા મનમાં એક સવાલ અને ગડમથલ ચાલે છે તેનું આપ કૃપા કરીને સમાધાન કરશો? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા આપતા તેમને શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, કે મહારાજ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો ?
શ્રી મહાપ્રભુજી કહ્યું કે જેમના મનમાં જે માર્ગ દ્રઢતાથી વસે છે તે મોટો , જેમાં જેનો વિશ્વાસ હોય તે તેના મનથી તે મોટો જ ગણાય. એમ છતાં આપે અમને પૂછ્યું છે તેથી હું આપને કહીશ કે અમારી દૃષ્ટિએ ભક્તિમાર્ગ મોટો છે. તેના પર ચાલવાથી નિશ્ચચિતપણે જીવ કૃતાર્થ થાય છે. બીજા બધા માર્ગ કષ્ટસાધ્ય ગણાય છે તેમાં અધિકતર કલેશની પ્રાપ્તિ થાય છે.
અવ્યક્તમાં ચિત્ત આસક્ત જ ન થાય અંતે દુઃખ જ થાય. આ સાંભળી પુરુષોત્તમ જોશીએ પૂછ્યું મહારાજ ભક્તિનું સ્વરૂપ શું છે તે કૃપા કરીને સમજાવો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિના સ્વરૂપનું ગમે તેટલું વર્ણન કરીએ તો પણ ઓછું જ પડે. તેમ છતાં કંઈક તમને કહું છું અને તે જ સમયે શ્રી મહાપ્રભુજીએ અગિયાર શ્લોકનો ભક્તિવર્ધિની નામનો ગ્રંથ રચીને સમજાવ્યો.
શ્રી
મહાપ્રભુજીની
કૃપાથી
પુરુષોત્તમદાસ
જોશીને
આ
ગ્રંથનું
ગૂઢ
રહસ્ય
સમજાઈ
ગયું.
જેમને
કારણે
હિન્દુ
ધર્મ
અને
પુષ્ટિમાર્ગનો
એક
અનોખો
અને
અદ્વૈત
એવો
ગ્રંથ
મળ્યો
તેવા
શ્રી
મહાપ્રભુજીના
સેવક
શ્રી
પુરુષોત્તમ
દાસ
જોશીને
આપણે
વંદન
કરીએ.
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
purvifoods@hotmail.com
Return to main courtyard of the Haveli